પાકિસ્તાનથી ભારતની બોર્ડરમાં ઘુસેલા ઘૂસણખોરને પકડી પાડવામાં આવ્યો છે. દયારામ નામના પાકિસ્તાનીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- નડાબેટ નજીકની આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગી
- પાકિસ્તાનથી ભારતમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો
- બીએસએફના જવાનોએ પકડી પાડ્યો
- તારની વાડ કૂદીને ભારતમાં આવ્યો હતો
- દયારામ નામના પાકિસ્તાનીને ઝડપી પડાયો
બનાસકાંઠાથી ભારત પાકિસ્તાનની બોર્ડર નજીકથી ત્યારે આ બોર્ડર ચાંપતી નજર દેશના જવાનો તેમજ સુરક્ષા એજન્સી દ્વારા રાખવામાં આવે છે ત્યારે જડબે સલાક સુરક્ષા વચ્ચે પાકિસ્તાનની સરહદથી ભારતમાં પ્રવેશેલા ઘુસણખોરને ઝડપી પાડવામાં આવ્યો છે. કેવી રીતે ઘુસ્યો તેમજ શા માટે પાકિસ્તાથી ભારત આવ્યો તેને લઈને શંકાના દાયરામાં પૂછપરછ પણ કરવામાં આવશે. ત્યારે આ મામલે પુરતી પૂછપરછ કરી કાર્યવાહી કરવામાં આવશે.
બોર્ડર પર તહેનાત સુરક્ષા જવાનો 24 કલાક ખડેપગે રહીને દેશની શરહદ પર સુરક્ષા કરી રહ્યા છે. તેમાં પણ ગુજરાતની સરહદને અડીને પાકિસ્તાનની સરહદ આવેલી છે ત્યારે આ દિશામાં ચાંપતી નજર તેમજ બીએસએફના જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. ત્યારે આ દરમિયાન નડાબેટ નજીકની આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગવાનો પ્રયત્ન કરતો પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો છે. પાકિસ્તાનથી ભારતની બોર્ડરમાં ઘુસવાનો પ્રયત્ન કરેલા યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. તારની વાડ કૂદીને ભારતમાં પ્રવેશ્યો હતો ત્યારે યારામ નામના પાકિસ્તાનીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.