Gold Price Today: છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદીના રેકોર્ડ ભાવ સુધી પહોંચ્યા બાદ તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે સોનાએે મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) અને બુલિયન માર્કેટ બંનેમાં તેજીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ ગુરુવારે MCX પર ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે સોનું 61 હજાર રૂપિયાા અને ચાંદી 75 હજાર રૂપિયા પર પહોંચી ગયું હતું. આ પહેલા ફેબ્રુઆરીમાં પણ સોનાએ તેજીના મામલે અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો. જોકે બાદમાં ઘટાડા બાદ હવે ફરી તેજી જોવા મળી રહી છે.
બંને ધાતુઓ તેજીનો રેકોર્ડ બનાવશે
નિષ્ણાતોનો દાવો છે કે, આ દિવાળી પર બંને કિંમતી ધાતુઓ તેજીનો નવો રેકોર્ડ બનાવશે. તેમના મતે દિવાળી સુધીમાં સોનું 65 હજાર રૂપિયા અને ચાંદી 80 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે. ગુરુવારે મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે સોનું 240 રૂપિયાના ઘટાડા સાથે 60 હજાર 616 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 108 રૂપિયાના ઘટાડા સાથે 74 હજાર 447 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે.
74 હજાર રૂપિયાની પાર પહોંચી ચાંદી
આ પહેલા બુધવારે એમસીએક્સ પર સોનું 60 હજાર 856 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 74 હજાર 555 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. બુલિયન માર્કેટ પણ બુધવારે સવારે જબરદસ્ત તેજી સાથે ખુલ્યું હતું અને સાંજે 23 કેરેટ સોનું 60 હજાર 538 રૂપિયા, 22 કેરેટ સોનું 55 હજાર 675 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. બુલિયન માર્કેટના નવા દર બપોરે 12 વાગ્યે જાહેર કરવામાં આવે છે.
ચેક કરો ભાવ
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ, તમે માત્ર 8955664433 પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો.