દિલ્હીમાં પાણીપુરી ખાવાને લઈને મહિલાઓ વચ્ચે એવો વિવાદ થયો કે મામલો ઝઘડા સુધી પહોંચી ગયો. આ દરમિયાન એક મહિલાએ તેની વૃદ્ધ બહેનપણીને ધક્કો માર્યો અને વૃદ્ધ મહિલા નીચે પડી ગઈ અને તેનું મોત નીપજ્યું. આ મામલો દિલ્હીના શાહદરા વિસ્તારના શાંતિ એન્ક્લેવનો છે. આ મામલે મૃતક મહિલાના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ત્રણ મહિલાઓને કસ્ટડીમાં લઈ લીધી છે.
વાસ્તવમાં, દિલ્હીના શાહદરા જિલ્લાના જીટીબી એન્ક્લેવમાં, જ્યારે એક વૃદ્ધ મહિલાએ પાણીપુરી ખાવાની ના પાડી, ત્યારે પડોશી મહિલાઓએ તેની સાથે દલીલ કરી અને દલીલ દરમિયાન વૃદ્ધને ધક્કો મારી દીધો. વૃદ્ધ મહિલાને માથાના ભાગે પડતા ઈજા થઈ. આવી સ્થિતિમાં પુત્રવધૂ તેને હોસ્પિટલ લઈ ગઈ જ્યાં તેનું મોત થયું. મહિલાનું નામ શકુંતલા દેવી જણાવવામાં આવ્યું છે, જેની ઉંમર લગભગ 68 વર્ષની હતી. તમને જણાવી દઈએ કે વૃદ્ધના પરિજનોની ફરિયાદના આધારે પોલીસે પાડોશી મહિલાઓ વિરુદ્ધ ગેર-ઇરાદે હત્યાનો કેસ નોંધ્યો છે અને તેમને કસ્ટડીમાં લઈ લીધી છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલો જીટીબી એન્ક્લેવના ખેડા ગામની ગલી નંબર-7માં રહેતી શકુંતલાના પરિવારમાં દીકરાઓ અવધેશ કુમાર, સુભાષ અને રાજેશનો છે. પોલીસના જણાવ્યા અનુસાર, રાજેશની પત્ની બેબીનો આરોપ છે કે બુધવારે સાસુ શકુંતલા ઘરના દરવાજા પર ઉભી હતી. જ્યારે તે તેમને જમવા બોલાવવા ગઈ ત્યારે પાડોશી શીતલ હાથમાં પાણીપુરી લઈને જતી હતી. જ્યારે તેણે શકુંતલાને પાણીપુરી ખાવા માટે પૂછ્યું ત્યારે તેમણે ના પાડી દીધી.
મૃતકની પુત્રવધૂએ જણાવ્યું કે પાણીપુરી ખાવાનો ઇન્કાર કરવાની વાત પાડોશી શીતલને પસંદ ન આવી અને તે દલીલ કરવા લાગી. આ દરમિયાન શીતલની માતા, પુત્રી અને ભાભી મધુ, મીનાક્ષી અને શાલુ પણ આવી ગયા અને ચારેયે મળીને શકુંતલા સાથે મારપીટ કરવાનું શરુ કરી દીધું. દરમિયાન શીતલે શકુંતલાને જોરથી ધક્કો મારી દીધો. શકુંતલા તેના માથાના ભાગે પડી ગઈ, માથામાં ઈજાને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું.