ભારતમાં એક પછી એક વિશ્વની અગ્રણી બ્રાન્ડ્સ ભારતમાં તેમના સ્ટોર્સ ખોલવા માટે આવી રહી છે. આ વર્ષે લગભગ 24 વૈશ્વિક બ્રાન્ડ ભારતમાં તેમના સ્ટોર ખોલવા માંગે છે. આ એક દાયકામાં સૌથી વધુ છે.
આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ ભારતમાં વધતા વપરાશનો લાભ લેવા આ વર્ષે લગભગ 24 વૈશ્વિક બ્રાન્ડ્સ ભારતમાં તેમના સ્ટોર ખોલવા માંગે છે. કોવિડ બાદ ભારતમાં માંગ ઝડપથી વધી છે. તેમાં પણ ઓનલાઈન સેક્ટરમાં કેટલીક બ્રાન્ડ્સનો દબદબો જોવા મળ્યો છે. જેમાં કપડાં, સ્માર્ટવોચ, જ્વેલરી પર બમ્પર ઑફર્સ 60% સુધીની છૂટ સાથે મળી રહી છે.
આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપી ગતિએ વિકાસ કરી રહ્યું છે. જ્યાં દુનિયાના મોટા દેશો મંદીના દરવાજે ઉભા છે, ત્યાં ભારતમાં ઘણી માંગ જોવા મળી રહી છે. આ જ કારણ છે કે દુનિયાભરની કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આતુર છે.
તેઓ અહીં પોતાની પ્રોડક્ટ્સ વેચવા માંગે છે અને મોટા બજારનો લાભ લેવા માંગે છે. આ વર્ષે લગભગ 2 ડઝનથી વધુ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ ભારતમાં આવવા માંગે છે. તેઓ અહીં તેમના સ્ટોર ખોલવા માંગે છે. 10 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે આટલી મોટી સંખ્યામાં વૈશ્વિક બ્રાન્ડ્સ ભારતમાં આવવા માંગે છે. કોવિડ બાદ વપરાશમાં આવેલી તેજીને કારણે વૈશ્વિક કંપનીઓ ભારત તરફ આકર્ષાઈ રહી છે.
ભારતમાં પ્રવેશવા માટે વાટાઘાટો
અગાઉ આ સંખ્યા 2020માં 1, 2021માં 3 અને 2022માં 11 હતી. કોરોના પહેલા, લગભગ 12-15 બ્રાન્ડ્સ દર વર્ષે ભારતમાં આવતી હતી. ઈટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ રોબર્ટો કેવલી, બ્રિટિશ લક્ઝરી ગુડ્સ બ્રાન્ડ ડનહિલ અને અમેરિકન સ્પોર્ટસવેર અને ફૂટવેર રિટેલર ફૂટ લોકર ભારતમાં પ્રવેશવા માટે વાટાઘાટો કરી રહ્યાં છે. ઇટાલીની લવાઝા અને અરમાની કાફે, અમેરિકાની જામ્બા અને ઓસ્ટ્રેલિયાની ધ કોફી ક્લબ જેવી કેટલીક બ્રાન્ડ ચેન પણ આ વર્ષે ભારતમાં પ્રવેશે તેવી અપેક્ષા છે. ઉપરાંત વેલેન્ટિનો, મેકલેરેન અને બેલેન્સિયાગા સહિત ડઝનથી વધુ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સે છેલ્લા કેટલાક મહિનામાં ભારતમાં પ્રવેશ કર્યો છે.