નવી દિલ્હીઃ ભારતીય સ્ટાર બૉલર જસપ્રીત બુમરાહ હાલમાં ઇન્જરી સામે ઝઝૂમી રહ્યો છે, છેલ્લા કેટલાય સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર છે, અને તેની વાપસી અંગે પણ હજુ કોઇ સમાચાર નથી. કેટલાય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુમરાહ એશિયા કપ 2023માં ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે. વળી, હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ કૉચ અને સ્ટાર ક્રિકટેર રવિ શાસ્ત્રીએ બુમરાહની વાપસીને લઈને મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ કહ્યું કે બુમરાહની વાપસીને લઈને કોઈ ઉતાવળ ના કરવી જોઈએ. તેમને બુમરાહની વાપસીના મામલામાં શાહીન આફ્રિદીનું ઉદાહરણ પણ આપ્યું છે.
બુમરાહ પર આપ્યુ નિવેદન –
શાસ્ત્રીએ ધ વીકને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાનો અભિપ્રાય આપ્યો છે. ભૂતપૂર્વ ભારતીય કૉચે કહ્યું, ‘તમારે બુમરાહને લઈને ઉતાવળ ના કરવી જોઈએ. વર્લ્ડકપને જોતા જો તમે બુમરાહને ટીમમાં સામેલ કરવામાં ઉતાવળ કરશો તો તમારે તેનું પરિણામ ભોગવવું પડી શકે છે. શાસ્ત્રીએ કહ્યું – “જો તમે બુમરાહને વહેલો પાછો લાવશો તો તમારી સામે શાહીન આફ્રિદીનું ઉદાહરણ છે. બુમરાહ એક મહત્વપૂર્ણ ખેલાડી છે. જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે ફિટ ના થાય ત્યાં સુધી તમારે તેના માટે ઉતાવળ ના કરવી જોઈએ. જો તમે ફિટનેસની અવગણના કરશો તો, ચોક્કસ તમે તેને શાહીન આફ્રિદીની જેમ આગામી 4 મહિના માટે ફરીથી ગુમાવી શકો છો, એટલા માટે તમારે આ વિશે ખૂબ જ સાવચેતીપૂર્વક નિર્ણય લેવો પડશે.
વળી, શાસ્ત્રીએ હાર્દિક પંડ્યાના ટેસ્ટ કમબેક વિશે પણ પોતાનો અભિપ્રાય આપ્યો અને કહ્યું, “જુઓ તેનું શરીર (હાર્દિક) ટેસ્ટ ક્રિકેટને સંભાળી શકતું નથી.. વર્લ્ડ કપ પછી, મને લાગે છે કે તેણે સફેદ બોલની ક્રિકેટ રમવી જોઈએ.” સુકાનીપદ સંભાળવું જોઈએ. રોહિતે વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કરવું જોઈએ, તેના વિશે કોઈ પ્રશ્ન નથી.” જણાવી દઈએ કે ઓગસ્ટમાં આયોજિત એશિયા કપ 2023નો મામલો સામે આવી રહ્યો છે