Bank Account Rules: બેંક એકાઉન્ટ (bank account) ખોલાવનારા ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. જો તમે પણ આવનારા દિવસોમાં બેંક ખાતું ખોલાવવાની યોજના બનાવી રહ્યા છો, તો ટૂંક સમયમાં સરકાર દ્વારા નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવી શકે છે. દેશભરમાં ઝડપથી વધી રહેલા ઓનલાઈન ફ્રોડને રોકવા માટે સરકાર હવે એક નવો નિયમ લાવવાનું વિચારી રહી છે, જે અંતર્ગત બેંક ખાતા ખોલવા અને નવા સિમ કાર્ડ આપવાના નિયમોમાં કડકતાનો ઉપયોગ કરવામાં આવશે.
ઓનલાઈન ફ્રોડને રોકવાનો થઈ રહ્યો છે પ્રયાસ
આ સમયે, દેશભરમાં ઓનલાઈન ફ્રોડમાં ઘણો વધારો થયો છે. બેંક ખાતામાં છેતરપિંડી રોકવા માટે સરકાર ટૂંક સમયમાં નવો નિયમ લાવી શકે છે. નવા નિયમ હેઠળ, મોબાઇલ સિમ લેનાર અને બેંક ખાતું ખોલાવનાર વ્યક્તિ વિશે સંપૂર્ણ માહિતી મળી શકશે. તેની સાથે, કોઈ પણ અન્ય વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિની માહિતીનો ઉપયોગ નહીં કરી શકશે.
જરૂરી હશે ઈકેવાયસી
મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી મુજબ, આવનારા સમયમાં ટેલિકોમ ઓપરેટર્સ અને બેંકો માટે ગ્રાહકોનું ફિઝિકલ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવી શકે છે. હાલમાં, જ્યારે પણ કોઈ વ્યક્તિ બેંક ખાતું ખોલવા અને સિમ કાર્ડ મેળવવા માટે અરજી કરે છે, ત્યારે તેની ચકાસણી ઓનલાઈન ઈ-કેવાયસી દ્વારા આધારમાંથી વિગતો લઈને કરવામાં આવે છે.
સરળતાથી મળી જાય છે સિમ કાર્ડ
આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી બેંક ફ્રોડના મામલા ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, જેનું સૌથી મોટું કારણ સામે આવ્યું છે કે લોકોને સિમ કાર્ડ સરળતાથી મળી જાય છે અને લોકો નવા નંબર લઈને તેમના પ્લાનને અંજામ આપે છે અને તે પછી તે સિમને બંધ કરી દે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના રિપોર્ટ મુજબ, 41,000 કરોડ રૂપિયાથી પણ વધુ રૂપિયા બેંક ફ્રોડ મામલામાં ફસાયેલા છે.
જારી થશે નવા નિયમ
હવે સરકાર નવું સિમ કાર્ડ આપવા અને બેંક ખાતું ખોલાવવાની પ્રક્રિયામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. તેના માટે KYC નિયમોને કડક બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, સરકાર ટેલિકોમ ઓપરેટર્સ અને બેંકોને ટૂંક સમયમાં નવા નિયમો લાગુ કરવા માટે કહી શકે છે. ગૃહ મંત્રાલયે નાણાં અને ટેલિકોમ મંત્રાલય સાથે આ મુદ્દે સમીક્ષા બેઠક પણ કરી છે. આ નિર્ણયના રોડમેપ પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.