વર્લ્ડ કપ 2023ની 15મી મેચ આજે 17 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે ધર્મશાલામાં રમાશે. બંને ટીમો આ માટે તૈયાર છે. પરંતુ એવું લાગે છે કે હવામાન બંને ટીમો વચ્ચેની મેચ માટે તૈયાર નથી. મેચ શરૂ થાય તે પહેલા ત્યાં (ધરમશાલા) વરસાદ પડી રહ્યો છે. જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો તેનો ફાયદો ટીમ ઈન્ડિયાને મળશે.
વાસ્તવમાં, હાલમાં ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. જો આ મેચમાં દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડની ટીમ આમને-સામને આવે છે અને આફ્રિકન ટીમ જીતી જાય છે તો ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થશે. તે પ્રથમ સ્થાનેથી બીજા સ્થાને સરકી જશે, જ્યારે દક્ષિણ આફ્રિકા પ્રથમ સ્થાને પહોંચશે. કારણ કે, જીત બાદ દક્ષિણ આફ્રિકાના ખાતામાં કુલ 6 પોઈન્ટ થઈ જશે. ટીમ ઈન્ડિયા કરતા વધુ નેટ રન રેટને કારણે દક્ષિણ આફ્રિકાને આ ફાયદો મળશે.
શું છે હવામાન અહેવાલ?
મીડિયા રિપોર્ટ અનુસાર, 17 ઓક્ટોબરે ધર્મશાળાનું સૌથી વધુ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ 17 ડિગ્રી સેલ્સિયસ રહેવાના અનુમાન છે. બપોરે 2 વાગ્યા સુધીમાં વરસાદ ઓછો થવાની શક્યતા છે. જો કે, જો સતત વરસાદ પડશે તો મેચ રદ્દ થઈ શકે છે. આ પછી ટીમ ઈન્ડિયાને ઘણો ફાયદો થશે. દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડને 1-1 પોઈન્ટ જ મળશે.