ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ‘ગુજરાતના શહેરોએ 1 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીમાં મતદાન વખતે આ પ્રકારની શહેરી ઉદાસીનતાનું વલણ દર્શાવ્યું છે. તેના કારણે પ્રથમ તબક્કામાં મતદાન ઓછું થયું છે.’
ચૂંટણી પંચે કહ્યું, ‘જ્યારે ઘણા મતવિસ્તારોમાં મતદાનની ટકાવારી વધી છે, ત્યારે આ મહત્ત્વપૂર્ણ જિલ્લાઓમાં સરેરાશ મતદાનનો આંકડો શહેરી ઉદાસીનતાથી ઓછો રહ્યો છે. તાજેતરની હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ, શિમલાના શહેરી વિધાનસભા ક્ષેત્રમાં સૌથી ઓછું મતદાન થયું છે.’ રાજ્યની સરેરાશ 75.6 ટકાની સામે મતદાન 62.53 ટકા (13 ટકા ઓછું) નોંધાયું હતું.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ‘ગુજરાતના શહેરોએ 1 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીમાં મતદાન વખતે આ પ્રકારની શહેરી ઉદાસીનતાનું વલણ દર્શાવ્યું છે. તેના કારણે પ્રથમ તબક્કામાં મતદાન ઓછું થયું છે.’
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટેનો હાઇ-વોલ્ટેજ પ્રચાર શનિવારે સાંજે 5 વાગ્યે સમાપ્ત થયો. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાઓમાં ફેલાયેલી 93 બેઠકો પર 800 થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું.
બીજા તબક્કાના અગ્રણી ઉમેદવારોમાં ઘાટલોડિયાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિરમગામથી પાટીદાર નેતા હાર્દિક પટેલ અને ગાંધીનગર દક્ષિણથી અન્ય પછાત વર્ગ (ઓબીસી) નેતા અલ્પેશ ઠાકોરનો સમાવેશ થાય છે. હાર્દિક પટેલ અને ઠાકોર બંને ભાજપના ઉમેદવાર છે.
ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ અને અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે છે.
બીજા તબક્કામાં સત્તાધારી ભાજપને પણ કેટલાક મતવિસ્તારોમાં બળવાખોર ઉમેદવારોના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. વાઘોડિયાથી પાર્ટીના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આ વખતે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના પૂર્વ ધારાસભ્યો દિનુ સોલંકી, ધવલસિંહ ઝાલા અને હર્ષદ વસાવા પણ પાદરા, બાયડ અને નાંદોદ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.