સ્પામ કોલ્સ રોકવા માટે, Truecaller એ હવે AI Assitance ફીચર લોન્ચ કર્યું છે. આ AI સંચાલિત ફીચર તમારા પર્સનલ આસિસ્ટન્ટની જેમ કામ કરશે. Truecaller પહેલાથી જ અજાણ્યા નંબરો ઓળખવા માટે જાણીતું હતું, પરંતુ હવે AI ફીચર્સ આવવાથી તે પહેલા કરતા અનેક ગણું વધુ ઇન્ટેલિજન્ટ બની ગયું છે. તાજેતરમાં કંપનીએ તેના પ્લેટફોર્મ પર WhatsApp માટે કોલર આઈડી અને સ્પામ પ્રોટેક્શન ઉમેર્યું છે. ચાલો તમને જણાવીએ કે Truecallerનું AI આસિસ્ટન્સ ફીચર શું કરી શકે છે.
Truecaller એ તેની એક બ્લોગ પોસ્ટ દ્વારા ભારતમાં આસિસ્ટન્સ ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે આ ફીચર યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી થશે જ્યારે તેઓ કોલ રિસીવ કરી શકતા નથી. અથવા તેઓ કોલ લેવા માંગતા નથી. આ ટ્રુકોલર ફીચર યુઝર્સને કોલ રીસીવ કરવો કે નહી તે અંગે માર્ગદર્શન આપવા માટે મશીન લર્નિંગ અને ક્લાઉડ ટેલિફોનીનો ઉપયોગ કરે છે.
આ યુઝર્સ માટે ફીચર લોન્ચ કરવામાં આવ્યું
Truecallerએ હાલમાં આ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કર્યું છે. તમે તમારી એપને અપડેટ કરીને AI સહાયતા સુવિધાનો ઉપયોગ કરી શકો છો. જે લોકોને આખા દિવસમાં ઘણા બધા કોલ આવે છે, હવે આ નવું ફીચર તેમને જણાવશે કે કયા કોલની જરુ છે અને કયાની નથી.
જો Truecaller માં આસિસ્ટન્ટ ફીચર ઇનેબલ છે, તો જ્યારે ઇનકમિંગ કોલ આવશે ત્યારે તમને એક નવો વિકલ્પ મળશે અને જો કોઈ અર્જન્ટ કોલ ન હોય તો, તમે કોલ હેન્ડલ કરવા માટે AI આસિસ્ટન્સને આપી શકો છો. આટલું જ નહીં, જો યુઝર તેના ફોનથી દૂર હોય અને કોલ આવે તો આ AI ફીચર ઓટોમેટીક કોલ રીસીવ કરી લેશે.
કંપની 14 દિવસની ફ્રી ટ્રાયલ આપી રહી છે
Truecallerના AI Assitance ફીચરમાં પાંચ અલગ-અલગ વૉઇસ સ્ટાઇલ આપવામાં આવી છે. દરેક અવાજને ભારતીય નામ આપવામાં આવ્યું છે. AI આસિસ્ટન્સ ફીચર અંગ્રેજી, હિન્દી, હિંગ્લિશ તેમજ અન્ય પ્રાદેશિક ભાષાઓને સપોર્ટ કરે છે. Truecaller તેના તમામ યુઝર્સને 14 દિવસ માટે આ ફીચરનો ફ્રીમાં ઉપયોગ કરવા માટે આપી રહ્યું છે. ફ્રી ટ્રાયલ પછી તમારે દર મહિને 149 રૂપિયા ચૂકવવા પડશે.