ગુજરાતના વિવિધ પ્રાંતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વલસાડ, નવસારી, સુરત તેમજ કચ્છ સહીતના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. 65 ટકા જેટલો સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી પડી શકે છે આ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર સહીતના વિસ્તારોમાં ભારે વરસાદમાં અતિભારે વરસાદની શક્યતા છે. આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ગુજરાતના આ વિવિધ ભાગોમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યમાં આગામી 24 કલાક ભારે છે ત્યારે દ્વારકા, જામનગર અને કચ્છમાં અને તેમાં પણ કોસ્ટલ કચ્છ એરીયામાં મુસળધાર વરસાદ થઈ શકે છે. જામનગર અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 24 જુલાઈ બાદ વરસાદ ઓછો થશે આગામી ત્રણ દિવસમાં બિલકુલ વરસાદ ઓછો પડશે. સાઉથ, વેસ્ટ, નોર્થ વિસ્તારની વરસાદની સિસ્ટમ સક્રીય થઈ હોવાથી ભારે વરસાદની આગાહી ફરી એકવાર ગુજરાતમાં કરવામાં આવી છે.
જો કે, અત્યારે જૂનાગઢ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. જ્યાં આભ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળતા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.