ઓબીસી કમિશનના રિપોર્ટને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જેમાં ઝવેરી કમિશનનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. સત્ર શરુ થઈ રહ્યું છે ત્યારે તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં મહત્વપૂર્ણ આ રિપોર્ટ પ્રથમ દિવસે જ રજૂ કરાશે.
રિપોર્ટની ભલામણો સ્વીકારાઈ હોવાથી કાયદામાં સુધારો કરવામાં આવશે. 3 મહત્વના સુધારા બિલ તેમાં રજૂ કરવામાં આવશે.
ઓબીસી કમિશનની અનામત 27 ટકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્વિકાર કરવામાં આવી છે. ત્યારે આ મહત્વના રિપોર્ટ પર ચર્ચા થશે. આ વખતે ચોમાસા સત્ર દરમિયાન મહત્વના બિલો પસાર કરવામાં આવી રહ્યા છે.
તેમાં પણ મહાનગર પાલિકા, નગપાલિકા અને ગ્રામ પંચાયતના સુધારા વિધેયક પણ આવી રહ્યા છે. ત્યારે આ મહત્વનો એક્ટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી પહેલાથી જ તેની માગને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો હતો ત્યારે કેટલીક માગોને સ્વિકારાઈ છે. જેમાં હવે વિઘાનસભામાં પણ રિપોર્ટ રજૂ કરવામાં આવશે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ જણાવ્યું હતું કે, નામદાર સુપ્રીમ કોર્ટની ભલામણો ધ્યાનમાં રાખીને આયોગની રચના કરી ગુજરાતની ૫૨% વસ્તી અને ૧૪૬ થી વધુ જાતિનો સમાવેશ થાય છે તેવા ઓબીસી સમાજને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૨૭ ટકા અનામત આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.