અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર જીવના જોખમે બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી કરી વિદેશી દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવતી રહે છે બેફામ બુટલેગરો પોલીસ પર વાહનો ચઢાવી દીધાના ભૂતકાળમાં અનેક બનાવો બહાર આવ્યા છે જીલ્લા એલસીબી પોલીસે ભિલોડા પોલીસ પર દારૂ ભરેલી ક્રેટા કાર ચઢાવી કચડી નાખવાનો પ્રયત્ન કરનાર રાજસ્થાની બુટલેગરને પોકેટકોપની મદદથી ધોલવાણી ત્રણ રસ્તા પરથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે જીલ્લામાં ગુન્હા આચરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી ધોલવાણી ત્રણ રસ્તા પરથી શંકાસ્પદ યુવકને ઝડપી પૂછપરછ કરતા યુવકે લોકેશ રમેશ બરંડા (રહે,સીસોદ,વીંછીંવાડા-રાજ) હોવાનું જણાવતા ઈ-પોકેટ કોપમાં નામ સર્ચ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી લોકેશ બરંડા સામે એક વર્ષ અગાઉ ભિલોડા પોલીસ પર દારૂ ભરેલી કાર ચઢાવી જાનથી મારી નાખવાના ગુન્હા સહીત પ્રોહીબીશનનો ગુન્હો નોંધાયેલ હોવાથી અટકાયત કરી ભિલોડા પોલીસને સુપ્રત કરી છેલ્લા એક વર્ષથી ભિલોડા પોલીસને હાથતાળી આપતા ગંભીર ગુન્હાના આરોપીને ઝડપી પાડવામાં જીલ્લા એલસીબી પોલીસ સફળ રહી હતી