રાજકોટમાં સોસાયટી વિસ્તારમાં ગમખ્વાર રીતે કાર ચલાવતા કાર ચાલકે સ્થાનિકના મકાનની દિવાલ સાથે અથડાવી હતી. આ ઉપરાંત એક વ્યક્તિને અડફેટે લીધો છે આ સાથે ત્રણ ટૂ વ્હિલર પણ અડફેટે લીધા હતા.
રાજકોટ પણ તથ્ય પટેલ કાંડ જેવી ઘટના બનતા રહી ગઈ છે. રાજકોટમાં પણ અન્ય શહેરોની જેમ ગમખ્વાર રીતે વાહન ચાલકો વાહનો ચલાવીને અકસ્માતો સર્જી રહ્યા છે. રાજકોટની સોમનાથ સોસાયટીમાં કાર ચાલકે ગફલત ભરી રીતે કાર ચલાવીને ગાડી મકાન સાથે અથડાવતાતા દિવાલ તરફ ઘુસી ગઈ હતી. 120ની સ્પીડે સાંકડી ગલીમાંથી કાર નિકળી હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
ત્યારે આ અકસ્માતમાં શાકભાજી વેચતા વિક્રેતાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માત થતા પૈસાનો પારવ પણ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રાજેન્દ્ર નામનો વ્યક્તિ કારનો માલિક હોવાનું સામે આવ્યું છે. કાર મકાન સાથે અથડાતા મકાનને પણ નુકસાન થયું છે. આ મામલે પ્રાપ્ત વિગતો અનુસાર બેફામ કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે.
3 બાઈક એક શાકભાજીના માલિકને અડફેટે લેવાના મામલે સીસીટીવી પણ કારના સામે આવ્યા છે. જો કે, ઈજાગ્રસ્ત શાકભાજી વિક્રેતાને તત્કાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. વાહન ચાલકે અકસ્માત થતા પૈસાનો પાવર બતાવ્યો હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.