હાલના દિવસોમાં આપણે ChatGPT વિશે ઘણું સાંભળ્યું છે અને ઘણા લોકો ChatGPT નો ઉપયોગ કરે છે. દરેક ક્ષેત્રમાં ChatGPTનો ઉપયોગ વધી રહ્યો છે. જો તમે પણ OpenAI ના AI ચેટટૂલ ChatGPT ના યુઝર છો, તો તમારા માટે એક સારા સમાચાર આવ્યા છે. જો તમને કોઈ કહે કે હવે તમે ChatGPT ને તમને જે રીતે ફાવે એ રીતે સવાલો પૂછી શકો છો અને સવાલો ટાઈપ કરવાની જરૂર નથી પણ બોલીને પણ પૂછી શકો છો, તો? અત્યાર સુધી ChatGPT ફક્ત ટેક્સ્ટ દ્વારા તમારા પ્રશ્નોના જવાબ આપતું હતું પરંતુ હવે તમે ફોટો અને વૉઇસ કમાન્ડ દ્વારા પણ ChatGPT ને પ્રશ્નો પૂછી શકો છો. ChatGPTનું આ નવું અપડેટ બહાર પાડવામાં આવ્યું છે પરંતુ દરેકને તે મળ્યું નથી. જો તમને તે મળ્યું નથી તો ચિંતા કરવાની જરૂર નથી. તમને તેની અપડેટ ટૂંક સમયમાં મળી જશે.
ChatGPT માં વૉઇસ કમાન્ડ –
નવા અપડેટ પછી, તમે ChatGPT ને બોલીને તમે કંઈ પણ પૂછી શકો છો. આ માટે તમારે તમારા લેપટોપ અથવા સ્માર્ટફોનના માઇક્રોફોનની ઍક્સેસ ChatGPT ને આપવી પડશે. વૉઇસ કમાન્ડનો સપોર્ટ આવ્યા પછી, ChatGPTનો ઉપયોગ પહેલા કરતા વધુ સારો થશે. વૉઇસ કમાન્ડ માટે ChatGPT માં પાંચ વિકલ્પો ઉપલબ્ધ થશે. આ વિકલ્પો હોમ સ્ક્રીન પર જ હશે.
ChatGPT માં ઇમેજ સપોર્ટ –
ChatGPTના નવા અપડેટ સાથે આવેલ ઈમેજ સપોર્ટ પણ તેના ઉપયોગને એક નવું પરિમાણ આપશે. ફોટોની મદદથી તમારા પ્રશ્નોના જવાબ શોધવા અને મેળવવામાં સરળતા રહેશે. તમારા દ્વારા અપલોડ કરેલા ફોટોનું ChatGPT વિશ્લેષણ કરશે અને તેના આધારે પરિણામ આપશે. આ નવું ફીચર કોઈ પણ સવાલોના જવાબ મેળવવામાં પણ મદદ કરશે. યુઝર્સને ઈમેજ સર્ચ માટે એક નવું ટેબ પણ મળશે. આમાં, તમને ફોટો અપલોડ કરવા અને ફોટો ક્લિક કરવા બંનેનો વિકલ્પ મળશે.