શેરબજારમાં નાણાંનું રોકાણ કરવું જોખમી છે, પરંતુ તાજેતરના ભૂતકાળમાં PSU બેન્કિંગ શેરોએ રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. રોકાણકારોને બેંકમાં FD કરતાં PSU બેંકોના શેર ખરીદીને અનેક ગણું વધુ વળતર મળ્યું છે. જો કોઈ બેંકમાં FD કરવાને બદલે તમે પણ તે બેંકના શેર તમારા પોર્ટફોલિયોમાં સામેલ કર્યા હોત તો તમે પણ આજે અમીર બની ગયા હોત.
જોકે PSU બેન્કિંગ શેર્સની યાદી ઘણી લાંબી છે. આ યાદીમાં બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક, કેનેરા બેંક, પીએનબી, ઈન્ડિયન બેંક, આઈડીબીઆઈ બેંક, એસબીઆઈ, સિન્ડિકેટ બેંક, યુકો બેંક, યુનિયન બેંકનો સમાવેશ થાય છે.
યુકો બેંક શેરની કિંમત
જો આપણે UCO બેંકના શેરની વાત કરીએ તો આ શેરે રોકાણકારોને બમ્પર વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં આ શેરમાં 272.53 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા આ શેરની કિંમત 11.65 રૂપિયા હતી અને આજે આ શેર 43.40 રૂપિયાના સ્તરે છે.
બેંક ઓફ બરોડાના શેરની કિંમત
છેલ્લા એક વર્ષમાં બેન્ક ઓફ બરોડાના શેરે રોકાણકારોને 68.21 ટકા વળતર આપ્યું છે. આ શેરની કિંમત એક વર્ષમાં 86.25 રૂપિયા વધી છે. હાલમાં બેંકનો શેર 212.70 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
બેંક ઓફ ઈન્ડિયાના શેરની કિંમત
છેલ્લા એક વર્ષમાં બેંક ઓફ ઈન્ડિયાના શેરમાં 132.75 ટકા એટલે કે 61.20 રૂપિયાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા બેન્ક ઓફ ઈન્ડિયાના શેરનો ભાવ રૂ. 46.10ના સ્તરે હતો. આ શેરે એક વર્ષમાં રોકાણકારોના નાણાં બમણાથી વધુ કર્યા છે.
સેન્ટ્રલ બેંક શેર ભાવ
સેન્ટ્રલ બેંકના શેરની વાત કરીએ તો, આ શેરે એક વર્ષમાં રોકાણકારોને 167.44 ટકા એટલે કે 32.40 રૂપિયાનું વળતર આપ્યું છે. આ શેરની કિંમત એક વર્ષ પહેલા 19.35 રૂપિયાના સ્તરે હતી. આજે પણ કંપનીના શેર 2.27 ટકાના વધારા સાથે રૂ.51.75ના સ્તરે છે.
(ડિસ્ક્લેમર: અહીં ફક્ત શેરના પ્રદર્શન વિશેની માહિતી આપવામાં આવી છે, તે રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લેવી.)