અશ્વિન મહિનાની નવરાત્રિને શારદીય નવરાત્રિ કહેવાય છે. એક વર્ષમાં આવતી ચાર નવરાત્રિ પૈકી અશ્વિન નવરાત્રી એવી નવરાત્રિ છે જેને ખૂબ જ ધૂમધીમ અને ઉત્સાહ સાથે ઊજવવામાં આવે છે. આ શારદીય નવરાત્રિ દરમિયાન, મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને 9 દિવસ સુધી માતારાણીના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. મહાઅષ્ટમી પણ ઊજવાય છે. કન્યા પૂજા અને હવન પછી દશેરાના દિવસે દુર્ગાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. ભગવાન રામ દ્વારા દુષ્ટતાના પ્રતીક રાવણના વધની યાદમાં દશેરાનો તહેવાર ઊજવવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રી 15મી ઓક્ટોબર, 2023થી શરૂ થઈ રહી છે.
શારદીય નવરાત્રી 8 દિવસની હશે કે 9 દિવસની?
નવરાત્રી 9 દિવસ સુધી ચાલે છે, પરંતુ વિવિધ તારીખોમાં ફેરફારને કારણે નવરાત્રી 8 કે 10 દિવસ સુધી ચાલે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર, નવરાત્રિ પર વધતી તિથિઓ શુભ હોય છે, એટલે કે 9 દિવસ અથવા 10 દિવસની નવરાત્રિ શુભ હોય છે. નવરાત્રિમાં તિથિઓમાં ઘટડો એટલ કે 8 દિવસની નવરાત્રિ અશુભ માનવામાં આવે છે. આ વર્ષે નવરાત્રિ સંપૂર્ણ 9 દિવસની છે, જેના કારણે લોકો પર મા દુર્ગાના ભરપૂર આશીર્વાદ વરસશે. 15 ઓક્ટોબરથી શરૂ થયેલી નવરાત્રિ 23 ઓક્ટોબરે પૂરી થશે અને 24 ઓક્ટોબરે વિજયાદશમીના દિવસે દુર્ગાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે.
શારદીય નવરાત્રિ પર ઘટસ્થાપન મુહૂર્ત
પંચાંગ અનુસાર, અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 14 ઓક્ટોબર 2023ની રાત્રે 11.24 કલાકે શરૂ થશે અને 15-16 ઓક્ટોબર 2023ની મધ્યરાત્રિએ 12.03 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર 15 ઓક્ટોબરે નવરાત્રિનો પ્રથમ દિવસ હશે અને આ દિવસે ઘટસ્થાપન થશે અને અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવશે. શારદીય નવરાત્રિની પ્રતિપદા પર ઘટસ્થાપન અથવા કલશ સ્થાનપનાનો શુભ સમય 15 ઓક્ટોબરના રોજ સવારે 11.44થી બપોરે 12.30 સુધીનો રહેશે. શારદીય નવરાત્રીના 9 દિવસ મા દુર્ગાના 9 સ્વરૂપોને સમર્પિત છે. દરરોજ મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી.)