આ ઉપરાંત, ગુરુવારે ગૃહમાં સરકારે લેખિત માહિતી આપતા જણાવ્યું કે નર્મદા જિલ્લામાં એરપોર્ટ એરસ્ટ્રીટનું નિર્માણ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સવાલના જવાબમાં ગુરુવારે ગૃહમાં રાજ્ય સરકારે જણાવ્યું કે, વિકાસલક્ષી પ્રોજેક્ટ હેઠળ ધોલેરાના નવારગામ ખાતે કાર્ગો એરપોર્ટ બનાવવામાં આવશે.
સરકારે માહિતી આપી કે પ્રથમ તબક્કાની કામગીરી માટે એક એજન્સીને જુલાઈ-2022માં કામ સોંપવામાં આવ્યું હતું. પ્રારંભિક સરવે અને લેવલિંગ માટે વર્ષમાં 2 વર્ષમાં કરોડ 87 લાખ 27 હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે. જણાવી જઈએ કે, જૂન-2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ ધોલેરાના ન્યૂ ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકાસ પ્રોજક્ટના પ્રથમ તબક્કા માટે રૂ. 1305 કરોડના ખર્ચની મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે જે તે સમયે 48 મહિનાની સમય મર્યાદા નક્કિ કરવામાં આવી હતી.
નર્મદામાં એરપોર્ટ એરસ્ટ્રીટનું નિર્માણ થશે
આ ઉપરાંત, ગુરુવારે ગૃહમાં સરકારે લેખિત માહિતી આપતા જણાવ્યું કે નર્મદા જિલ્લામાં એરપોર્ટ એરસ્ટ્રીટનું નિર્માણ કરવામાં આવશે. સરકારે જણાવ્યું કે નર્મદા જિલ્લામાં એરપોર્ટ એરસ્ટ્રીટ બનાવવા માટે કુલ રૂ.24 કરોડ 11 લાખ 61 હજારનો ખર્ચ કરવામાં આવશે. સરકારે જણાવ્યું, એરપોર્ટ એરસ્ટ્રીટની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.