Life Care: શિયાળામાં ખજૂર વાળુ દૂધ પીવાથી શરીરમાં અનેક પ્રકારના ફાયદા, જાણો ખજૂરનું દૂધ બનાવવાની રીત: આ દૂધમાં ડ્રાય ફ્રુટ ને ખજૂર માંથી તૈયાર કરવા માં આવે છે ને એમાં મીઠાસ માટે ખાંડ કે ગોળ નહિ પણ ખજૂર ને મધ નો ઉપયોગ કરી તૈયાર કરીશું જે નાના મોટા બધા માટે તેમજ ખાસ બાળકો ને સ્ત્રીઓ માટે તો ઘણી શક્તિવર્ધક પીણું છે તો ચાલો ખજૂર નું દૂધ બનાવવાની રીત
ખજૂર નું દૂધ બનાવવા જરૂરી સામગ્રી
ફૂલ ક્રીમ દૂધ 2 કપ
ઠડિયા વગરની ખજૂર 15-20
બદામ પલાળી ને ફોતરા ઉતારેલી 4 કપ
કાજુ 1/4 કપ
પિસ્તા1ચમચી
એલચી પાઉડર 1/2 ચમચી
કેસર ના તાંતણા જરૂર મુજબ
ગરમ કરી ઠંડુ કરેલ દૂધ / ગરમ દૂધ 500 એમ.એલ.
મધ જરૂર મુજબ
ખજૂર નું દૂધ બનાવવાની રીત
ખજૂર દૂધ બનાવવા સૌપ્રથમ બદામ ને ગરમ પાણી માં એક બે કલાક પલળી રાખો ત્યાર બાદ એના ફોતરા કાઢી ને અલગ કરી નાખો અને ખજૂર ના ઠડિયા કાઢી અલગ કરી તૈયાર કરી લ્યો ને બે ચાર બદામ, કાજુ,પિસ્તા ની કતરણ કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં બે કપ દૂધ ગરમ કરવા મૂકો એમાં બદામ, પિસ્તા,કાજુ, ખજૂર નાખી મિક્સ કરી ઉકાળો દૂધ ને સાત આઠ મિનિટ ઉકળી લીધા બાદ એમાં એલચી પાઉડર નાખી ફરી બીજી ત્રણ ચાર મિનિટ ઉકાળો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો
મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો અને પીસવા માટે જરૂર લાગે તો બીજું ગરમ કરેલું દૂધ નાખી શકો છો આ પેસ્ટ ને એર ટાઈટ ડબ્બામાં ભરી બે ત્રણ દિવસ ફ્રીઝ માં રાખી પણ શકો છો જ્યારે દૂધ પીવું હોય ત્યારે ગરમ દૂધ માં મિક્સ કરી પી શકો છો
હવે ફૂલ ક્રીમ દૂધ ને ફૂલ ગરમ કરી ઠંડુ કરી અથવા ગરમ ગરમ દૂધ માં જરૂર મુજબ પેસ્ટ, મધ નાખી મિક્સ કરી લ્યો ને ઉપરથી કાજુ, બદામ, પિસ્તા ની કતરણ ને કેસરના તાંતણા નાખી ગરમ ગરમ કે ઠંડુ સર્વ કરો ખજૂર દૂધ