દરમિયાન એક બાઇક પર આવેલા બે શખ્સોએ તેના પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું.
મૂળ દિલ્હીનો યુવક ગોરવા વિસ્તારમાં રહેતો હતો
મળતી માહિતી મુજબ વડોદરાના સાવલી-મંજૂસર રોડ પર મૂળ દિલ્હીનો અને હાલ ગોરવા વિસ્તારમાં રહેતો 30 વર્ષીય વિશ્વજીત નામનો યુવક ચાલીને જઈ રહ્યો હતો. દરમિયાન એક બાઇક પર આવેલા બે શખ્સોએ તેના પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું અને પછી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગોળી વાગતા જ યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ અંગે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ફાયરિંગનું કારણ અકબંધ
ફાયરિંગની માહિતી મળતા પોલીસે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને પીએમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ પોલીસે સ્થળ પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની સાથે સ્થાનિકો લોકો સાથે પૂછપરછ કરી હતી. જો કે યુવક પર કોણે ફાયરિંગ કરી? કયા કારણોસર ફાયરિંગ કરી તેને લઈ હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસે ફાયરિંગ કરનારા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.