Stock Market Opening: બજારની શરૂઆત આજે ગેપઅપ સાથે થઈ છે અને ભારતીય શેર બજારની શરૂઆતના સારા સંકેતો મળ્યા છે. બજાર ખુલતાની સાથે જ શરૂઆતની મિનિટોમાં જ સેન્સેક્સમાં 250 પોઈન્ટની નજીકનો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી પણ 17,850 ને પાર કરી ગયો છે. બેંક શેર આજે જોરદાર ટ્રેડ કરી રહ્યાં છે.
કેવુ ખુલ્યુ બજાર
આજે શેર બજારની શરૂઆતમાં BSE સેન્સેક્સ 118.41 પોઈન્ટ અથવા 0.20 ટકાના વધારા બાદ 60,550 પર ખુલ્યો હતો. આ સિવાય NSE નો નિફ્ટી 69.45 પોઈન્ટ અથવા 0.39 ટકાના વધારા સાથે 17,840 પર ટ્રેડ કરી રહ્યો છે.
બેંક નિફ્ટીમાં સારી તેજી
બેંક નિફ્ટીમાં આજે સારી તેજી જોવા મળી રહી છે અને તે 0.24 ટકાના વધારા બાદ 41,300ની ઉંચાઈ પર પહોંચી ગયો છે.
શું છે આજ સેક્ટોરલ ઈન્ડેક્સની સ્થિતિ
સેક્ટોરલ ઈન્ડેક્સમાં બેન્ક, ફાઈનાન્સિયલ, ઓટો, એફએમસીજી, આઈટી અને પ્રાઈવેટ બેન્કના સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે, પરંતુ ફાર્મા, મેટલ, મીડિયા, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસના શેરોમાં ઘટાડા સાથે ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.
સેંસેક્સ અને નિફ્ટીની તેજીમાં શેરોની સ્થિતિ
સેન્સેક્સના 30માંથી 19 શેરો ઉછાળા સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે અને 11 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ નિફ્ટીના 50માંથી 25 શેરમાં તેજી છે અને 25 શેરોમાં ઘટાડો છે, એટલે કે બરાબરીનો હિસાબ જોવા મળી રહ્યો છે.
ક્યા-ક્યા શેરોમાં ઉતાર – ચઢાવ
તેજીવાળા શેરોમાં, એમએન્ડએમ (M&M), એચસીએલ ટેક (HCL Tech), ઈન્ફોસિસ (Infosys), ટીસીએસ (TCS), નેસ્લે (Nestle), ટેક મહિન્દ્રા (Tech Mahindra), આઈસીઆઈસીઆઈ (ICICI Bank), રિલાયન્સ ઈન્ડસ્ટ્રી (Reliance Industries), એચડીએફસી (HDFC), એચડીએફસી બેંક અને અન્ય ઘણા શેરોમાં તેજી જોવા મળી રહી છે. આ સિવાય મારુતિ, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ, પાવરગ્રીડ, સન ફાર્મા, કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઈ, એશિયન પેન્ટ્સ, ટાઈટનના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેટલાક અન્ય શેર પણ લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળી રહ્યાં છે.