આજે પેપર લીક મામલે વિધેયક પસાર થઈ રહ્યું છે પરંતુ વિધાનસભાની બહાર પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી સહીતના ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.,
પેપર લીક મામલે કોંગ્રેસે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આ બિલ છટકબાજી માટેનું છે. આ બિલ લાવ્યા બાદ પણ નાની માછલીઓ પકડ઼ાઈ જશે મોટી માછલીઓ છટકી જશે. આ સાથે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કાયદા બનાવવાથી પરિણામ મળતું નથી. પેપર કૌભાંડ મુદ્દે સરકારે ખરેખર કામ કરવું જોઈએ.
કાયદો લાવે તે સારી વાત છે પરંતુ તેનો અમલ થશે કે કેમ તેમ તેમણે કહ્યું હતું. ગુજરાત વિધાનસભા પરિસરની બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન પેપર લીક પહેલા પસાર થઈ રહેલા બિલ પહેલા જોવા મળ્યું હતું.
આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળ્યું છે. ત્યારે પ્રથમ દિવસે જ ગૃહમાં ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક કરશે રજૂ કરાશે. પેપર લીક રોકવા સરકાર દ્વારા આ બિલ લાવવામાં આવશે. ત્યારે એ પહેલા જ કોંગ્રેસે ફરી એકવાર બિલ લાવ્યા બાદ કાયદો બન્યા બાદ તેનું પાલન થશે કે કેમ તેમ આક્ષેપ લગાવ્યા હતા. પ્રથમ દિવસે કોંગ્રેસ સામે ફ્રન્ટફૂટ પર ખેલવા માટે ભાજપ સરકાર આ બિલ આજે પસાર કરી રહી છે. ત્યારે તેનો પ્લે કાર્ડ અને શાબ્દિક વિરોધ પેપર લીક મામલે કર્યો હતો.