આથી હવેથી સીએમનો સંપૂર્ણ કાફલો મોંઘીદાટ કારમાં ફરતો જોવા મળશે. માહિતી મુજબ, CM ભૂપેન્દ્ર પટેલના કાફલાની તમામ કાર હવેથી ફોર્ચ્યુનર કરી દેવામાં આવી છે.
તમામ કાર ફોર્ચ્યુનર કરી દેવાશે
માહિતી મુજબ, સૌથી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જ ગાડી સ્કોર્પિયોને બદલવામાં આવી હતી. સીએમના અવર-જવર માટે સ્કોર્પિયોથી બદલીને ફોર્ચ્યુનર ગાડી આપવામાં આવી હતી. ત્યારે હવે સીએમની સાથે સીએમ કાફલાની તમામ ગાડીઓ બદલવામાં આવશે. આથી હવેથી સીએમનો સંપૂર્ણ કાફલો મોંઘીદાટ કારમાં ફરતો જોવા મળશે. માહિતી મુજબ, CM ભૂપેન્દ્ર પટેલના કાફલાની તમામ કાર હવેથી ફોર્ચ્યુનર કરી દેવામાં આવી છે.
કાફલામાં તમામ ગાડીઓ બુલેટપ્રુફ, જીપીએસ અને અન્ય સુવિધાઓથી સજ્જ
જણાવી દઈએ કે, રાજ્યના મુખ્યમંત્રીના કાફલામાં સામાન્ય રીતે 6 ગાડીઓનો સમાવેશ કરાય છે. પરંતુ, કટોકટીની સ્થિતિમાં એક સ્ટેન્ડ બાય કાફલા તરીકે અન્ય છ ગાડીઓને પણ રાખવામાં આવે છે. આ રીતે મુખ્યમંત્રીના કાફલામાં કુલ 12 ગાડીઓનો સમાવેશ કરવામાં આવે છે. જણાવી દઈએ કે, મુખ્યમંત્રીના કાફલામાં ઉપયોગ થતી તમામ ગાડીઓ બુલેટપ્રુફ, જીપીએસ અને અન્ય સુવિધાઓથી સજ્જ હોય છે. ઉપરાંત, સીએમના કાફલાની તમામ ગાડીઓ એક જ રંગ અને મોડલની હોય છે.