વિદેશી દારૂની મોંઘી બોટલોમાં નકલી સસ્તો દારૂ ભરવાની ફેકટરી ઝડપાઈ ખેડૂતવાસના શખ્સની અટકાયત ઃ વિદશી દારૂ અને ખાલી બોટલો બરામત ભાવનગર શહેરના ઘોઘાસર્કલ વિસ્તારમાં આવેલા સેન્ટર પોઈન્ટ બિલ્ડીંગના બેજમેન્ટમાં આવેલી ચોકીદારની ઓરડીમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારૂ બનાવવની ફેક્ટરી ઝડપી પાડી વિદેશી દારૂ, ખાલી બોટલો બરામત કરી ખેડૂતવાસના શખ્સની અટક કરી પુછપરછ કરતા એક શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘારોડ પોલીસ સ્ટાફ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી કે, શહેરના ઘોઘાસર્કલ વિસ્તારમાં આવેલા સેન્ટર પોઈન્ટ બિલ્ડીગનો ચોકીદાર ભીમજી રવજીભાઈ ડાભી પોતાના કબજા ભોગવટાની બેજમેન્ટમાં આવેલી ચોકીદાર ઓરડીમાં સેન્ટર પોઈન્ટ બિલ્ડીગમાં ઓપ્ટીક પ્લાઝા નામની ચશ્માની દુકાનમાં નોકરી કરતા દર્પણ સુરેશભાઈ જાંબુચા ગેરકાયદે વિદેશી દારૂની સ્કોચની મોંઘી ખાલી બોટલોમાં બે લીટરની દારૂની બોટલમાંથી ભરી નકલી દારૂની ફેકટરી ચલાવી રહ્યા છે. જે હકીકત આધારે દરોડો પાડી તલાશી લેતા મોંઘી ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરતો ભીમજી ડાભી (ઉ.વ. ૫૬, ૨. પાટા પાસે, ખેડૂતવાસ) મળી આવતા તેની અટક કરી ઓરડીમાંથી વિદેશી દારૂની અલગ અલગ માપની ૧૯ બોટલ, ત્રણ અડધી ભરેલી બોટલ, ૧૭૫ ખાલી બોટલો, દારૂ ભરવાના સાધનો સહીતનો મુદ્દામાલ મળી આવતા બરામત કરી ભીમજીની પુછપરછ કરતા તેઓને દર્પણે બોટલો ભરવાનું કામ સોંપેલ અને રાત્રે તેઓ આ માલ લાવી મુકેલ હોવાની કબુલાત આપતા ઘોઘારોડ પોલીસે બન્ને શખ્સ સામે પ્રોહિબીશન એક્ટની જુદી જુદી કલમ તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.