દાહોદએક કલાક પહેલા
કૉપી લિંકસગીરા સહિત બંન્નેને ફતેપુરા પોલીસ મથકે લવાયા
ફતેપુરા તાલુકામાંથી સગીરાનું અપહરણ કરી ભગાડી જનારા શખ્સને ફતેપુરા પોલીસે આધુનિક ટેકનોલોજી અને હ્યુમન ટેકનોલોજીનો ઉપયોગ કરી સુરતથી પકડી પાડ્યો છે, તેની સાથે સગીરા પણ મળી આવી હતી. હાલ આ શખ્સને ઝડપી પાડી ફતેપુરા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે.
ફતેપુરા પોલીસ મથકે 6 મહિના પહેલા સગીર બાળાને ભગાડી જનારા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં ફતેપુરા પોલીસે ટીમ બનાવી ગુજરાતમાં વિવિધ જગ્યાએ સગીરાનું અપહરણ કરનારની ધરપકડ માટે શોધખોળ આદરી હતી અને સતત પ્રયત્નશીલ રહી કામગીરી કરી હતી. આ ગુનાનો આરોપી સુરતમાં હોવાની માહિતી મળી હતી. જેના અન્વયે પોલીસ સ્ટાફના માણસો સાથે તપાસ કરતાં આરોપી શૈલેષ રામાભાઇ બરજોડ સુરતથી મળી આવ્યો હતો, જેની સાથે સગીરા પણ મળી આવી હતી.
સગીરાને તેના પરિવારને સોંપી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ફતેપુરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી. બી. બરંડા, વુમન પોલીસ કોન્સ્ટેબલ કીર્તિકાબેન, અ.પો.કો કલ્પેશભાઈ ઠાકોર સહિતની ટીમે શોધી કાઢવાની ભૂમિકા ભજવી હતી.
અન્ય સમાચારો પણ છે…