Modi Ji Thali in US Restaurant: વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અમેરિકાના ન્યુ જર્સીમાં રહેતા એક રેસ્ટોરન્ટના માલિકે એક પ્લેટનું નામ ‘મોદી જી થાળી’ રાખ્યું છે. જેમાં તમામ ભારતીય ખાણીપીણીની વાનગીઓ રાખવામાં આવી છે. જ્યારે રેસ્ટોરન્ટના માલિકને થાળીના નામ પાછળની કહાની વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, આ થાળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય યાત્રાના સન્માનમાં શરૂ કરવામાં આવી હતી. જેમાં સરસવના શાક, મકાઈની રોટલી ઉપરાંત ગોળ અને છાશનો પણ આનંદ મળશે.
વિદેશ મંત્રીને આમંત્રણ આપશે
મળતી માહિતી મુજબ રેસ્ટોરન્ટના માલિક ‘મોદીજી થાળી’ ને ભારતીય વિદેશ મંત્રી એસ.જય શંકરને આમંત્રણ આપી રજૂ કરવા જઈ રહ્યા છે. આ થાળીમાં ભારતના વિવિધ ભાગોમાંથી વાનગીઓ ઉપલબ્ધ થશે. આપને જણાવી દઈએ કે, થોડા દિવસોમાં વિદેશ મંત્રી એસ. જય શંકર અમેરિકાના પ્રવાસે જવાના છે. જેની તૈયારી માટે આ થાળી વિશેષ તૈયાર કરવામાં આવી છે. અમેરિકામાં રહેતા ભારતીયો ન્યુ જર્સીની રેસ્ટોરન્ટમાં પહોંચ્યા પછી જમવા માટે તૈયાર છે. પરંતુ આજ સુધી સામાન્ય ગ્રાહકો માટે આ થાળી શરૂ કરવામાં આવી નથી.
https://twitter.com/ANI/status/1667913912736681984?s=20
આ આઇટમ પણ થાલીમાં રાખવામાં આવી
મોદીજીની થાળીમાં ઉપલબ્ધ વાનગીઓની વાત કરીએ તો ખીચડી, રસગુલ્લા, સરસોં કા સાગ, દમ આલૂ, ઈડલી, ઢોકળા, છાશ, પાપડ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની સાથે મેનુમાં બાજરીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટના માલિકનું કહેવું છે કે, ટૂંક સમયમાં જ તે ગ્રાહકોને પીરસવામાં આવશે. આ સાથે તેઓ ભારતના વિદેશ મંત્રી એસ. જય શંકરના નામ પર પણ થાળીનું નામ રાખશે. આપને જણાવી દઈએ કે, અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોની સંખ્યા લાખોમાં છે.
પીએમના પ્રવાસને લઈ ઉત્સાહ
આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી જૂનમાં અમેરિકાની તેમની રાજકીય યાત્રા પર રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન સાથે મુલાકાત કરશે. તેની સાથે 22મી જૂને ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, મોદી બીજી વખત યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરનાર પ્રથમ ભારતીય પીએમ હશે. તેમજ અમેરિકન પ્રવાસની આ સફર ઘણી લાંબી હશે.