ચોમાસાની ઋતુપોતાની સાથે વરસાદનો અનેરો આનંદ તો લાવેજ છે, પરંતુ સાથેસાથે અનેક પ્રકારના રોગ પણ લાવેછે. ચોમાસાની ઋતુમાં ઠંડા અને ભેજવાળા વાતાવરણના લીધે તથા પાણીના ભરવાના લીધે ઘણા પ્રકારના રોગ થઇ શકે છે. આમાં ઘણા રોગ જીવલેણ હોઈ શકે છે. વરસાદની ઋતુમાં આપણું શરીર આરોગ્યને લગતી સમસ્યાઓ માટે વધુ સંવેદનશીલ હોય છે, કારણ કે ચોમાસું આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે. આપણું શરીર સતત એલર્જી, ચેપ, અપચાની સમસ્યાઓથી પ્રભાવિત થાય છે, તેથી આપણે આપણા શરીરને આવા રોગો સામે પ્રતિરોધક રાખવું જોઈએ. સામાન્ય રીતે આ ઋતુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે; પરિણામે શરીરની પાચન શક્તિ ઘટી જાય છે. ધ્યાનમાં રાખવા જેવી અગત્યની વાત એ છે કે તમારે તૈલી ખોરાક, સ્ટ્રીટ ફૂડ અથવા કોઈ પણ પ્રકારના ખોરાકને ટાળવો જોઈએ જે જથ્થામાં તૈયાર કરવામાં આવે છે, નહીંતો એવી સંભાવના છે કે તે તમારા પેટને અસ્વસ્થ કરે છે. વરસાદી ઋતુની આરોગ્ય સંભાળની કેટલીક સામાન્ય બિમારીઓ નીચે મુજબ છે.
૧) ફંગલ ઇન્ફેક્શન: સતત ભીનાશ અનેગંદા પાણીના સંપર્કમાં આવવાની શક્યતાને કારણે ચોમાસા દરિમયાન ફંગલ ઇન્ફેક્શન સામાન્ય છે. પર્યાવરણમાં રહેલો ભેજ ફૂગને વધવામાં અને ખીલવામાં મદદ કરે છે, ખાસ કરીને ત્વચાના પડ જેમ કે કમર અથવા અંગૂઠાની વચ્ચે.
૨) શ્વસન સંબંધી એલર્જી: તાપમાનમાં ફેરફાર અને નબળી આરોગ્યપ્રદ પદ્ધતિઓના કારણે જે ચોમાસા દરિમયાન સામાન્ય હોય છે, તેના કારણે વહેતું નાક, છીંક, માથાનો દુખાવો અને વારંવાર ગળામાં ચેપ લાગવા જેવી સ્થિતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે.
૩) અસ્થમા: હવામાનમાં ફેરફાર અને વાતાવરણમાં ભીનાશને કારણે ચોમાસા દરિમયાન એલર્જીક અસ્થમા તેની તીવ્રતા અને અવર્તનમાં વધુ ગંભીર હોય છે. ધૂળની રજકણો અને પરાગ પણ શ્વસનમાર્ગમાં બળતરા પેદા કરે છે અને તેને સંકોચે છે, જેના કારણે હવાનું આદાનપ્રદાન મુશ્કેલ બને છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
૪) એમોબિયાસિસ: ચોમાસા દરિમયાન આ એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે, કારણ કે પરોપજીવી એન્ટામોઈબા હિસ્ટોલીટિકા, જે તેના માટે જવાબદાર છે, તે ગરમ અને ભેજવાળી પરિસ્થિતિમાં લાંબા સમય સુધી ટકી રહેવાનું
વલણ ધરાવે છે. તે દૂષિત ખોરાક અથવા પાણી દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને લોહી અને લાળ સાથે ઝાડા અથવા મરડો ઉત્પન્ન કરે છે.
૫) ગેસ્ત્રોએન્ટેરાઇટિસ: એ એક સામાન્ય શબ્દ છે જે જઠરાંત્રિય માર્ગના ચેપ (બેક્ટેરિયલ/વાયરલ) નો સંદર્ભ આપે છે. તે પેટમાં દુખાવો, ઝાડા અને ઉલટી જેવી ઘણી સમસ્યાઓનો જન્મ આપેછે, જેના કારણે શરીરના પ્રવાહીમાં ઘટાડો થાય છે જે બદલામાં ડિહાઈડ્રેશન તરફ દોરી જાય છે. સામાન્ય રીતે બાળકોને અસર થાય છે. બિનઆરોગ્યપ્રદ વાતાવરણ, દૂષિત પાણી અને ખાદ્ય ચીજો, અને વધુ પડતી ભીડના કારણે થાય છે.
૬) ટાઇફોઇડ: એ પાણી દ્વારા ફેલાતો રોગ છે અને ખાસ કરીને ચોમાસામાં વધારે જોવા મળે છે. ટાઇફોઇડ એ બેકટેિરયા દ્વારા ફેલાય છે અને અશુદ્ધ પાણી તથા ખોરાક થી ફેલાઈ શકે છે. આ રોગનું ગંભીર લક્ષણ એ છે કે રોગના બેકટેિરયા દર્દી સાજા થઇ ગયા પછી પણ તેના પિતાશયમાં જોવા મળી શકે છે. આ રોગના લક્ષણોમાં લાંબાગાળા સુધી તાવ આવવો, પેટમાં સખત દુખાવો થવો તથા માથાનો દુખાવો જોવા મળે છે. આ એક કોમ્યુનિકેબલ રોગ છે કે જે સહેલાઈથી ફેલાઈ શકે છે. આથી ટાઇફોઇડના દર્દીને બીજા લોકોથી અલગ રાખવા જોઈએ.
૭) ડેન્ગ્યુ: આ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે અને વાઇરસ દ્વારા થાય છે, કે જેમાં મચ્છર જયારે ડેન્ગ્યુના દર્દીને કરડે છે ત્યારે ડેન્ગ્યુના વાઇરસ મચ્છર માં પ્રવેશે છે અને જયારે આ મચ્છર અન્ય લોકોને કરડે ત્યારે મચ્છરમાંથી ડેન્ગ્યુ વાઇરસ જે તે વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે અને આ રીતે ડેન્ગ્યૂનો ફેલાવો થાય છે. ડેન્ગ્યુમાં અચાનક ખુબ જ વધારે તાવ આવવો, શરીરમાં ધ્રુજારી આવવી, સ્નાયુ તથા સાંધામાં દુખાવો થવો, ભૂખ ના લાગવી, શરીર પર લાલ ચાંઠા દેખાવા, અસામાન્ય રીતે લોહી નીકળવું જેમ કે નાકમાંથી, પેઢામાંથી કે પેશાબમાં લોહી પડવું જેવા લક્ષણો જોવા મળેછે.
૮) મલેરીયા: આ એક ચેપી રોગ છે જે મચ્છરોના કરડવાથી ફેલાય છે. સ્થિર પાણી અને ભીનાશ મચ્છરોના સંવર્ધણની તરફેણ કરે છે, તેથી ચોમાસા દરિમયાન મલેરિયાના કેસોની સંખ્યામાં વધારો થાય છે. ઠંડી સાથે તાવ અને ત્યારબાદ પરસેવો થવો એ મેલેરિયાના તાવની લાક્ષણિકતા છે. આજકાલ ક્લોરોક્વીન રેઝિસ્તન્ટ મેલેરિયાના કેસો વધી રહ્યા છે. આ ઉપરાંત ચોમાસામાં ચિકનગુનિયા, કમળો, વાઇરલ ફીવર, કંજનકટીવાઈિટસ, લેપ્ટોસ્પાયરોસિસ જેવા રોગો
પણ જોવા મળે છે.
ચોમાસાને કારણે થતી વિવિધ બીમારીઓની સારવારમાં હોમીયોપેથી ખૂબ જ અસરકારક ભૂમિકા ભજવે છે. હોમીયોપેથી દરેક વય જૂથના બાળક, યુવાન કે વૃદ્ધ દર્દીઓ લઈ શકે છે. આર્સ આલ્બ, એકોનાઈટ, ક્યુપ્રમ મેટ, ક્રાયસારોબિક એસિડ, મર્ક સોલ, નટ્રમ સલ્ફ, એન્ટિમ ટાર્ટ, ચાઇના આર્સ વગેરે દવાઓ છે જે ચોમાસામાં થતી બીમારીઓની સારવારમાં મદદ કરે છે. દર્દીઓને સલાહ આપવામાં આવે છે કે તે જાતે ન લે અને સ્વ-દવાઓ ટાળો. તમારા વિસ્તારનાં લાયકાત ધરાવતા રજિસ્ટર્ડ હોમિયોપેથીક ડોક્ટર પાસેથી યોગ્ય સારવાર લો. કારણ કે હોમીઓપેથીક સારવાર વ્યક્તિત્વ સાથેના ચિન્હો અને લક્ષણોના આધારે કરવામાં આવે છે. હોમિયોપેથીક દવાનો ઉપયોગ રોગચાળાના કિસ્સામાં પણ નિવારક તરીકે થઈ શકે છે. યોગ્ય બંધારણીય હોમિયોપેથીક સારવારથી દર્દીઓ પ્રણાલીગત રોગો સિવાય એલર્જી વગેરે જેવી ઋતુગત સમસ્યાઓનો પણ ઈલાજ થાય છે.
આર્ટિકલ: ડો. રોનક શાહ, વડોદરા.