ચાણક્યપુરી બ્રિજ પર ટાયર કિલર બંપ લગાવ્યા બાદ ફિયાસ્કો થતા હવે શ્યામલ ચાર રસ્તા પર ટાયર કિલર બંપ લાગ્યા છે. શ્યામલ બ્રિજથી રોંગ સાઈડમાં જતા વાહનો માટે બંપ લાગ્યા છે. ટાયર આ બંપ પરથી રોંગ સાઈડમાં આવતા ફાટી શકે છે પરંતુ હજૂ સુધી આવો કોઈ કિસ્સો સામે નથી આવ્યો જેથી લોકો આ નિયમ પણ તોડી રહ્યા છે.
શ્યામલ પાસે બંપ લાગ્યાના એક જ દિવસમાં બંપની સ્પ્રિંગ નિકળી ગઈ હતી. રોંગ સાઈડમાં જતા વાહનોને અટકાવવા શહેરમાં વિવિધ જગ્યાએ આ બંપ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે આ સમસ્યા પણ સામે આવી રહી છે.
અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગ દ્વારા આ કામગિરી શરુ કરાઈ છે પરંતુ લોકો પોતાની જવાબદારીનું ભાન જ ભૂલી રહ્યા છે. રોંગ સાઈડમાં જતા કિલર બંપમાં ક્યાંક ખામી પણ જોવા મળી રહી છે.
ચાણક્યપુરી બ્રિજ પર લોકો પગથી બંપને આગળથી દબાવે છે અને પછીથી તેના પર આસાનીથી જઈ રહ્યા છે ત્યારે આ મામલે કાર્યવાહી વધુ તેજ થવી જોઈએ. આ ઉપરાંત અગાઉ ચાણક્યુપુરી બ્રિજ પાસેના બંપના ખિલ્લા એટલા મજબૂત પણ નહોતા કેમ કે, લોકો રોંગ સાઈડમાં ખિલા પરથી વાહનો પસાર કરીને જતા હતા ત્યારે શ્યામલ ચાર રસ્તા પર વધુ કિલર બંપ લગાવાયા છે. જો કે, તેના કારણે લોકો વધુને વધુ અવેર થાય તે પણ જરુરી છે. જો કે, ઘણા લોકો રોંગ સાઈડમાં જવાનું ટાળી પણ રહ્યા છે.