હાલમાં, ઘણી બેંકોએ તેમના કસ્ટમર્સ માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકોની સાથે સરકારે પોસ્ટ ઓફિસની કેટલીક યોજનાઓ પર આપવામાં આવતા વ્યાજમાં પણ સુધારો કર્યો છે. હાલમાં, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC), પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી સ્કીમ, લોકોને તેમના ઇવેસ્ટ પર ખૂબ સારું રિટર્ન આપી રહી છે. આવી સ્થિતિમાં આપણા માટે એ સમજવું જરૂરી બની જાય છે કે બેંક એફડી અને પોસ્ટ ઓફિસ NSC સ્કીમમાં આપણને સૌથી વધુ ફાયદો ક્યાં મળી રહ્યો છે.
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર વ્યાજમાં વધારો કરવામાં આવ્યો છે
કેન્દ્ર સરકારે 2023ના એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પરના વ્યાજ દરમાં 70 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. અગાઉના ક્વાર્ટર માટે NSC વ્યાજ દર 7 ટકા હતો. વ્યાજમાં આ તાજેતરના વધારા પછી, આ યોજના પર ઉપલબ્ધ વ્યાજ 7.7 ટકા થઈ ગયું છે. બીજી તરફ, જો આપણે બેંક FD વિશે વાત કરીએ, તો લગભગ તમામ સરકારી અને ખાનગી બેંકો બંને સામાન્ય કસ્ટમર્સને લગભગ 7 ટકા વ્યાજ દરનો લાભ આપી રહી છે. જો કે, ઘણી બેંકો વરિષ્ઠ નાગરિકોની શ્રેણીમાં આવતા કસ્ટમર્સને 9 ટકા સુધીનો વ્યાજ દર પણ ઓફર કરી રહી છે.
NSCમાં કેટલી રકમનું ઇવેસ્ટ શરૂ કરી શકાય
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અથવા NSC એ કેન્દ્ર સરકાર દ્વારા ઓફર કરવામાં આવતી પોસ્ટ ઓફિસ બચત યોજના છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં ઇવેસ્ટ કરી શકાય તેવી ન્યૂનતમ રકમ રૂ. 1,000 છે અને તેની કોઈ ઉચ્ચ મર્યાદા નથી. જો કે, તેનો લોક-ઇન સમયગાળો પાંચ વર્ષનો છે. જે લોકો ભારતના રહેવાસી છે તેઓ NSCમાં ઇવેસ્ટ કરી શકે છે. આમાં જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. NSC સગીરના નામે પણ ખરીદી શકાય છે. તમે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા NSC માં ઓનલાઈન ઇવેસ્ટ કરી શકો છો. તમે રોકડ, ચેક અને બેંક ડિમાન્ડ ડ્રાફ્ટ સહિત અન્ય ચુકવણી પદ્ધતિઓ દ્વારા નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ ખરીદવા માટે તમારી નજીકની પોસ્ટ ઑફિસ શાખાની મુલાકાત પણ લઈ શકો છો.
FD અને NSCમાંથી શું બેસ્ટ છે?
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) નો કાર્યકાળ પાંચ વર્ષનો છે. ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટનો કાર્યકાળ પણ પાંચ વર્ષનો છે. તે જ સમયે, 1 એપ્રિલથી, NSC પર મળતું વ્યાજ 7.7 ટકા થઈ ગયું છે. આ સ્કીમ તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ આપે છે, જેથી તમને પાકતી મુદતના સમયે વધુ રિટર્નનો લાભ મળે. તમે NSCમાં કોઈપણ રકમ જમા કરાવી શકો છો જ્યારે ટેક્સ સેવિંગ FDમાં માત્ર રૂ. 1.5 લાખ જમા કરી શકાય છે. આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C હેઠળ ટેક્સ-સેવિંગ ફિક્સ ડિપોઝિટ બુક કરવા અથવા NSCમાં ઇવેસ્ટ કરવા માટે વ્યક્તિઓ રૂ. 1.5 લાખ સુધીની આવકવેરા કપાતનો દાવો કરી શકે છે. NSC અને ટેક્સ-સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ બંને પર મેળવેલ વ્યાજની આવક ઇવેસ્ટકારોના ટેક્સ બ્રેકેટ મુજબ કરપાત્ર છે. જો કે NSC માં તમારી પાસે દર નાણાકીય વર્ષમાં તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે કલમ 80C હેઠળ NSC માંથી મળેલા વ્યાજ પર કર કપાતનો દાવો કરવાનો ઓપ્શન છે.