July 21, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • દેશ
  • ભારતમાં એન્કાઉન્ટરના કાયદા અને નિયમો શું છે? જાણો SC અને NHRCના દિશાનિર્દેશો
દેશ

ભારતમાં એન્કાઉન્ટરના કાયદા અને નિયમો શું છે? જાણો SC અને NHRCના દિશાનિર્દેશો

by AdminApril 15, 20230
શેર 5

માફિયા અતીક અહેમદના પુત્ર અસદના એન્કાઉન્ટર બાદ લગભગ તમામ વિરોધ પક્ષોએ યુપી સરકાર સામે મોરચો ખોલી દીધો છે. કેટલાકે આ એન્કાઉન્ટરને નકલી ગણાવ્યું તો કેટલાકે એમ પણ કહ્યું કે ભાજપ સરકાર ધર્મ જોઈને ગોળી ચલાવે છે. આવી સ્થિતિમાં, એક મોટો પ્રશ્ન ઉઠવા લાગ્યો છે કે આખરે એન્કાઉન્ટરને લઈને કોઈ કાયદાકીય નિયમો છે કે નહીં? એસટીએફના એડીજી અમિતાભ યશે કહ્યું એન્કાઉન્ટર બાદ કહ્યું હતું કે આ એન્કાઉન્ટર માત્ર કાયદાકીય પ્રક્રિયા હેઠળ જ કરવામાં આવ્યું છે. જો અસદ અને અન્ય ગુનેગારે આત્મસમર્પણ કર્યું હોત તો તેમનું એન્કાઉન્ટર ન થયું હોત. આવી સ્થિતિમાં, અહીં કેટલીક કાનૂની માહિતી છે જે કોઈપણ વ્યક્તિના એન્કાઉન્ટર માટે મહત્ત્વપૂર્ણ હોય છે. જેનું પાલન લગભગ દરેક સરકારી અને વહીવટી અધિકારીઓએ કરવાનું હોય છે. ચાલો જાણીએ કે એન્કાઉન્ટર સંબંધિત દિશાનિર્દેશો શું છે.

IPC અને CRPC શું કહે છે

Advertisement

ભારતીય દંડ સંહિતા અને ફોજદારી કાર્યવાહીની સંહિતા જે ભારતમાં કાયદો અને વ્યવસ્થાનું પુસ્તક છે. આ પુસ્તકમાં ક્યાંય પણ એન્કાઉન્ટરને લગતા કોઈ પરિસ્થિતિ કે સંજોગોનો ઉલ્લેખ નથી. જો કે, પોલીસ પાસે અમુક સત્તાઓ છે જેના હેઠળ પોલીસ તેમના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનું કામ કરે છે. આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પડકારનો સામનો કરવો પડે છે, તો તે વ્યક્તિને પોતાની કસ્ટડીમાં રાખી શકે છે જ્યાં સુધી આરોપોની તપાસ ન થઈ જાય.

ક્યારે થાય છે એન્કાઉન્ટર 

એન્કાઉન્ટર શબ્દનો ઉપયોગ પોલીસ દ્વારા બળપ્રયોગને લગતી ઘણી પરિસ્થિતિઓમાં થાય છે. ઘણી વખત એવું જોવા મળે છે કે પોલીસ કોઈ ગુનેગારને કસ્ટડીમાં લેવા માટે પહોંચે છે પરંતુ ગુનેગારો પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવાનો ઇનકાર કરી દે છે અને કેટલીકવાર તેઓ પોલીસ પર જીવલેણ હુમલો પણ કરે છે. આવી સ્થિતિમાં, જવાબી કાર્યવાહી દરમિયાન, પોલીસ પણ ગુનેગારને કાબૂમાં લેવા માટે બળનો ઉપયોગ કરે છે. આ કિસ્સામાં તેને એન્કાઉન્ટર કહેવામાં આવે છે. જો કે દેશમાં એન્કાઉન્ટર માટે કોઈ પણ સીધો કાયદો નથી. પરંતુ સુપ્રીમ કોર્ટ અને માનવ અધિકાર પંચ દ્વારા એન્કાઉન્ટર સંબંધિત કેટલીક માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે. જો કે, સુપ્રીમ કોર્ટ અને માનવાધિકાર મુજબ, જ્યારે ગુનેગાર શરણાગતિ સ્વીકારવા તૈયાર ન હોય અને પોલીસ પર હુમલો કરવા આતુર હોય ત્યારે પોલીસે એન્કાઉન્ટરનો ઉપયોગ છેલ્લા વિકલ્પ તરીકે કરવો જોઈએ.

એન્કાઉન્ટર અંગે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા – 

– પોલીસને કોઈપણ પ્રકારની ગુપ્ત માહિતી મળવા પર, પોલીસ દ્વારા કાર્યવાહી કરતા પહેલા આ માહિતી ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં રેકોર્ડ કરવી ફરજિયાત છે.
– જો પોલીસની કાર્યવાહીમાં કોઈ વ્યક્તિનો જીવ જાય છે તો તાત્કાલિક અસરથી આ ઘટનામાં સામેલ પોલીસકર્મીઓ સામે ફોજદારી FIR નોંધવામાં આવે.
– પોલીસકર્મીઓ સામે એફઆઈઆર નોંધ્યા બાદ સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસ થવી જોઈએ.
– આ તપાસ સીઆઈડી, અન્ય પોલીસ સ્ટેશનની ટીમે કરવી જોઈએ, જેનું સંપૂર્ણ લેખિત નિવેદન તૈયાર કરવાનું રહેશે.
– પોલીસ એન્કાઉન્ટરની ઘટનામાં, સ્વતંત્ર મેજિસ્ટ્રેટ તપાસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, અને સાથે જ આ રિપોર્ટ મેજિસ્ટ્રેટ સાથે શેર કરવાનો રહેશે.
– એન્કાઉન્ટર બાદ સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ તૈયાર કરવો પડશે, જે લેખિત હશે. આ પછી, આ વિગતો સ્થાનિક કોર્ટ સાથે શેર કરવાની રહેશે.

માનવ અધિકાર પંચની માર્ગદર્શિકા –

– એન્કાઉન્ટર સંબંધિત માનવાધિકાર પંચની માર્ગદર્શિકા અનુસાર એન્કાઉન્ટરની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશને તરત જ કેસની એફઆઈઆર નોંધવી પડશે.
– એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીઓ સાથે સંબંધિત દરેક હકીકત અને સંજોગોની વિગતવાર નોંધ તૈયાર કરવાની રહેશે, જેમાં દરેક મિનિટની વિગતો શામેલ હોવી જોઈએ.
– એન્કાઉન્ટરમાં સામેલ પોલીસકર્મીઓ અને એન્કાઉન્ટરની સ્વતંત્ર તપાસ સીઆઈડી પાસેથી કરાવવી પડશે.
– એન્કાઉન્ટરની તપાસ 4 મહિનામાં પૂરી થઈ જવી જોઈએ. જો આ તપાસમાં પોલીસ અધિકારીઓ દોષિત જણાય છે તો તેમની સામે ફોજદારી કેસ દાખલ થવો જોઈએ.
– આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ ત્રણ મહિનામાં પૂરી થઈ જવી જોઈએ. આ સાથે એન્કાઉન્ટરની માહિતી માર્યા ગયેલા વ્યક્તિના સંબંધીઓને આપવાની રહેશે.

શેર 5
અગાઉની પોસ્ટ
શું મચ્છરોએ જીવન મુશ્કેલ બનાવ્યું છે? આજે જ કરો આ 5 સરળ ઉપાય, તો તમને શાંતિથી ઊંઘ આવશે
આગામી પોસ્ટ
ગુજરાત ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે 4 હજાર કરોડ રૂપિયાનો રોડમેપ તૈયાર
Admin

Related posts

શું MCDને આજે પણ નહીં મળે મેયર? મનીષ સિસોદિયાએ કર્યો મોટો દાવો

gujarat paheredarFebruary 6, 2023

વડોદરા – MS યુનિવર્સિટીના કેલેન્ડરમાં મહારાજા સયાજીરાવ સાથે વીસીના ફોટોથી વિવાદ, જાણો શું છે મામલો

gujarat paheredarJanuary 4, 2023

G20ના નેજા હેઠળ પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠક આજથી કચ્છના રણમાં શરૂ થશે

gujarat paheredarFebruary 7, 2023

WhatsAppથી માત્ર ચેટ જ નહીં, ટ્રેન સ્ટેટસ અને PNR સહિત અનેક ફિચર્સનો કરી શકાય છે ઉપયોગ

gujarat paheredarMarch 27, 2023

એલોન મસ્કે હવે એપલ સામે ખોલ્યો મોરચો, જાણો આ વોરમાં કોને થશે વધુ નુકસાન

gujarat paheredarNovember 29, 2022

કોંગ્રેસના જીગ્નેશ મેવાણી 1200 વોટથી આગળ, જાણો ભાજપના અલ્પેશ અને હાર્દિકના હાલ.

gujarat paheredarDecember 8, 2022December 8, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

140061
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક