Heat Wave Alert: ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. વાતાવરણમાં ગરમી વધવા લાગી છે. આવા સંજોગોમાં ઉનાળાને કારણે રોગચાળાનો ભય પણ મંડરાઈ રહ્યો છે. સામાન્ય રીતે જ્યારે હીટ વેવ ચાલી રહ્યું હોય ત્યારે હીટ સ્ટ્રોકનું જોખમ વધારે હોય છે. ઘણી વખત લોકો સ્ટ્રોકની ઝપટમાં આવે છે, જેના કારણે ઉબકા, માથાનો દુખાવો, ઊલટી, ઝાડા જેવી ફરિયાદો જોવા મળે છે. મોટા હોય કે બાળકો કોઈપણ વ્યક્તિ હીટવેવથી પરેશાન થઈ શકે છે. આવી સ્થિતિમાં હીટવેવથી કેવી રીતે બચવું તે જાણવાની જરૂર છે. તેના માટે કેટલીક સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ડાઈટમાં નારિયેળ પાણી સામેલ કરો
આગામી દિવસોમાં ગરમ પવનો ફૂંકાવા લાગશે. થોડી પણ બેદરકારી પર આકરી ગરમી ભારે પડી શકે છે. આવી સ્થિતિમાં નારિયેળ પાણીને નિયમિત ડાઈટમાં સામેલ કરવું જોઈએ. બાળકો સામાન્ય રીતે ઓછું પાણી પીવે છે. નારિયેળ પાણીથી તેમને ફાયદો થઈ શકે છે. નારિયેળ પાણીમાં ઘણા જરૂરી એન્જાઈમ્સ, ખનિજો અને વિટામિન્સ હોય છે. તેનાથી તેમને ફાયદો થઈ શકે છે.
કાકડીનું સેવન અવશ્ય કરો
જો તમારે ગરમીથી બચવું હોય તો શરીરમાં પાણીની અછત ન હોવી જોઈએ. તેનાથી બચવા માટે એવી ખાદ્ય ચીજોનો ઉપયોગ કરવો જોઈએ, જેના કારણે શરીરમાં પાણીનો પુરવઠો ચાલુ રહે. કાકડી સારો વિકલ્પ બની શકે છે. કાકડીમાં વિટામીન A, B, K અને ફાઈબર વધુ પ્રમાણમાં મળે છે. તેને ખાવાથી હીટ સ્ટ્રોકથી બચવામાં મદદ મળે છે.
થોડીક વાર માટે પાણીમાં પગ ડુબાડો
પગના તળિયા ખૂબ ગરમ થઈ જાય છે. તેમાંથી નીકળતી ગરમી સીધી માથા પર ચઢે છે. આને રોકવા માટે તમારા પગને ઠંડા પાણીની ડોલ અથવા ટબમાં ડુબાડીને રાખો. ચહેરા પર ઠંડા પાણીના છાંટા મારતા રહો.
ઊંઘવાની જગ્યામાં પણ કરો ફેરફાર
સૂવા માટે યોગ્ય જગ્યા પસંદ કરવી પણ જરૂરી છે. જો તમે ઘરના ઉપરના રૂમમાં સૂતા હોવ અને નીચેના રૂમ ખાલી પડેલા હોય તો પ્રયાસ કરો કે ઉપરના રૂમમાં ન સૂવો. નીચેના રૂમમાં સૂવાનું શરૂ કરો.