એક વખત કરો તાઇવાન જામફળની ખેતી, 25 વર્ષ સુધી મળશે આવશે
અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામના ખેડૂત દોઢ વર્ષથી ઓર્ગેનિક પદ્ધતિથી જામફળની ખેતી કરી રહ્યાં છે. રૂપિયા 70થી 75માં જામફળનાં 140 છોડ લાવ્યા હતા.
જામફળનું વાવેતર કર્યા બાદ 25 વર્ષ સુધી ખેતી કરી શકાય છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ વિસ્તારના ખેડૂત છેલ્લા દોઢ વર્ષથી તાઈવાન પિંક જાતના જામફળની ખેતી કરી રહ્યા છે. જુના બોરભાઠા બેટ વિસ્તારમાં ખેડૂત ભરતભાઈ છીતુભાઈ પટેલ છેલ્લા 35 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે.
ખેડૂત દોઢ વર્ષ પહેલાં આણંદ નર્સરીથી 70 થી 75 રૂપિયાના છોડના ભાવે 140 છોડ લાવ્યા હતા. ખેડૂત હાલ 7 વીઘા જમીનમાં જામફળ સહિત અન્ય પાકની ખેતી કરી રહ્યા છે.
જામફળની અલગ જ જાત જેવા તાઈવાન પિંક પ્રકારના જામફળની સાઈઝ, વજન અને ભાવ ત્રણેય ખેડૂતને પોષાય એવા છે. એક છોડ પરથી 5 થી 6 કિલોનો પાક ઉતરે છે.
જામફળનું વજન 800 થી 900 ગ્રામનું છે. તાઈવાન પિંક જાતના જામફળની 25 વર્ષ સુધી ખેતી કરી શકાય છે અને તેના પરથી સારા ઉત્પાદન સાથે સારી આવક મળી રહે છે.
તાઈવાન પિંક જાતના જામફળમાં ખેડૂત મખી ટ્રેપનો ઉપયોગ કરે છે. સંપૂર્ણ ઓર્ગેનિક રીતે ખેતી કરી રહ્યા છે. ખેડૂત ખેતીમાં છાણીયું અને કંપોઝ ખાતરનો વપરાશ કરે છે. ફૂગનાશક ટ્રાય કોડર વાપરે છે. ખેડૂત જામફળની ખેતીમાં ફરજિયાત કોથળી અને કવર મારે છે. જેથી તેમાં જીવાત ન પડી શકે છે.
અંદરથી લાલ એવા તાઇવાન પિંક પ્રકારના જામફળમાં અલગ જ મીઠાશ હોય છે. તાઈવાન પિંક જામફળની ખેતીમાં એકવાર વાવેતર કર્યા પછી લાંબાગાળા સુધી સારી આવક મેળવી શકાય છે. આ જામફળના માર્કેટમાં 20 કિલોના 700 રૂપિયા મળે છે. ખેડૂત તેનું લોકલ માર્કેટમાં જ વેચાણ કરે છે.
વર્ષમાં એક છોડ પરથી 300 રૂપિયાથી વધુની આવક મળે છે. જામફળની ખેતીમાં માત્ર અડધા વિંધા જમીનમાં 200થી 300 છોડ વાવી 70 હજારથી વધુનું ઉત્પાદન મળી રહેતુ હોવાનું ખેડૂતે જણાવ્યું હતુ.