મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં છે. મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસુ શાંતાબહેન નારણભાઇ પટેલનું 94 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. ત્યારે આજે સવારે તેમની અંતિમક્રિયા ગાંધીનગરમાં સેક્ટર 30ના સ્મશાનગૃહમાં કરવામાં આવી, જેમાં મુખ્યમંત્રી સામેલ થયા હતા.

મુખ્યમંત્રીના પત્ની સ્વર્ગસ્થ શાંતાબહેનના એક માત્ર સંતાન છે, જેથી તેઓ વર્ષોથી તેમની સાથે રહેતા હતા. આજે સવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી પરિવારના ત્રીસ જેટલા સભ્યોની હાજરીમાં તેમની અંતિમયાત્રા નીકળી હતી. ગાંધીનગરના સેક્ટર 30ના સ્મશાનગૃહે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.
એવું જણાવાઈ રહ્યું છે કે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમના પરિવાર સાથે રહેશે, પરિવારને સાંત્વના આપશે. જો કે આવતીકાલથી તેમના કાર્યક્રમો યથાવત રાખવામાં આવ્યા છે. બી20 ઇન્સેપ્શન મિટીંગનો કાર્યક્રમ તેમના કાર્યાલય દ્વારા સંભાળવામાં આવ્યો હતો. આ બેઠકમાં ભાગ લેનાર તમામ વ્યક્તિને પહેલાં જ સીએમની ગેરહાજરી અને તેના કારણ અંગે જાણ કરી દેવામાં આવી હતી.