IPL 2023 ની 54મી લીગ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સનો વિજય થયો હતો. 200 રનનો પીછો કરતા મુંબઈએ 21 બોલ બાકી રહેતા 6 વિકેટના નુકસાને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ જીત બાદ મુંબઈએ પોઈન્ટ ટેબલમાં લાંબી છલાંગ લગાવી અને પ્લેઓફ તરફ એક પગલું ભર્યું. આ સિઝનમાં તેની છઠ્ઠી જીત મેળવીને, મુંબઈ પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની નજીક પહોંચી ગયું છે.
RCB સામે રમાયેલી મેચ પહેલા મુંબઈ 5 જીત સાથે પોઈન્ટ ટેબલમાં આઠમાં નંબર પર હતું પરંતુ આ જીત બાદ મુંબઈ 12 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર આવી ગયું છે. તમામ ટીમો કુલ 14-14 લીગ મેચ રમશે. પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે કોઈપણ ટીમને ઓછામાં ઓછી 8 મેચ જીતવી જરૂરી છે અને મુંબઈએ અત્યાર સુધી 11માંથી 6 મેચ જીતી છે. હવે ટીમે પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે તેની બાકીની ત્રણ મેચમાંથી ઓછામાં ઓછી 2 મેચ જીતવી પડશે.
દિલ્હી અને હૈદરાબાદ સિવાય તમામ ટીમોએ 11-11 મેચ રમી છે.
દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદને બાદ કરતાં અન્ય તમામ ટીમોએ ટૂર્નામેન્ટમાં તેમની 11-11 મેચ રમી છે. હૈદરાબાદ અને દિલ્હીએ અત્યાર સુધીમાં 4-4 જીત નોંધાવી છે. બંને ટીમો અનુક્રમે 9મા અને 10મા સ્થાને છે. બીજી તરફ, ગુજરાત સૌથી વધુ 8 જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. આ સિવાય ચેન્નાઈ અને મુંબઈએ અત્યાર સુધી 6-6 મેચ જીતી છે. બંને ટીમ પોઈન્ટ ટેબલમાં અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.
આ સિવાય લખનૌ સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 5-5થી જીત મેળવી છે. તમામ ટીમો પોઈન્ટ ટેબલમાં અનુક્રમે 4 થી 8 નંબર પર છે. તેના અંત તરફ આગળ વધી રહી છે અને હજુ સુધી પોઈન્ટ ટેબલ માટે ટોપ-4 ટીમોની સ્થિતિ સ્પષ્ટ થઈ નથી.