આંતરરાષ્ટ્રીય મીલેટ (શ્રી ધાન્ય પાક) વધુ ઉત્પાદન, મુલ્યવર્ધન અને વધુ આવક માટે બાગાયત સહાયલક્ષી યોજનાઓ અમલી છે. બાગાયતી ખેતી અપનાવી સમૃદ્ધિ લાવી શકાઈ છે. નવા ફળપાક વાવેતર વિસ્તાર વધારવામાં સહાય ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં સહાય (નાળીયેરી વગેરે) ટીસ્યુ કેળ, પપૈયા તથા ખારેકની ખેતીમાં સહાય હાઇબ્રીડ શાકભાજીના વાવેતર તથા સરગવાની ખેતીમાં સહાય આપવામાં આવે છે. વેલાવાળા શાકભાજીમાં ટેકા મંડપમાં સહાય (કાચા, અર્ધપાકા અને પાકા મંડપ ફુલપાક, ઔષધિય, સુગંધિત, મસાલા પાકોના વાવેતરમાં અને બાગાયતી પાકોમાં PHM માટે પેકીંગ મટીરીયલ્સ (બોકસ)માં સહાય તથા બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં પણ સહાય ઉપલબ્ધ છે. સંકલિત ખાતર તથા જીવાત નિયંત્રણ વ્યવસ્થામાં સહાય ટુલ્સ ઇકવીપમેન્ટ, ગ્રેડીંગના સાધાનોમાં સહાય (તાડપત્રી, વજનકાંટો, કેરેટ) બાગાયતી ખેતી માટે ટ્રેકટર (૨૦ PTO HP સુધી) તથા પાવર ટીલરમાં સહાય સ્વયં સંચાલિત બાગાયતી મશીનરીમાં સહાય પાવર નેપસેક સ્પ્રેયર તેમજ ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયરની ખરીદીમાં બાગાયત ખાતા દ્વારા સહાય આપવામાં આવે છે. બાગાયતી ખેતીમાં ડ્રીપ ઇરીગેશન માટે પાણી સંગ્રહના ટાંકામાં સહાય, બાગાયતી પાકોના નવા પ્રોસેસીંગ યુનિટ બનાવવામાં, રક્ષિત ખેતીમાં સહાય (મલ્ચીંગ, નેટ હાઉસ, પોલી ટનલ વગેરે) કોલ્ડ સ્ટોરેજ, રીફરવાન, મીનીમલ પ્રોસેસીંગ યુનિટ તથા પ્રોસેસીંગ એકમોમાં સહાય ઉપલબ્ધ છે. આ તમામ તથા બીજી ઘણી બાગાયતી યોજનાઓના લાભ તેમજ જાણકારી www.ikhedut.gujarat.gov.in પર ઉપલબ્ધ થશે. આ માટે ઇ-ધરા કેન્દ્ર, ગ્રામ પંચાયત કે સાઇબર કાફે અથવા મોબાઈલ મારફતે તા.૩૧ મે ૨૦૨૩ સુધીમાં અરજી કરવી. અરજી કર્યા બાદ નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત ભવન, સરદાર ચોક, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ ખાતે પહોંચતી કરવી. આ અંગેની વધુ માહિતી અને માર્ગદર્શન માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સરદાર ચોક, અમરેલી સંપર્ક ફોન નં.(૦૨૭૯૨) ૨૨૩૮૪૪ પર કરવો. બાગાયતી યોજનાકીય માહિતી અને જાણકારી www.ikhedut.gujarat.gov.in પર મેળવી શકાશે, તેમ નાયબ બાગાયત નિયામકશ્રી વાળાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.