YouTube : જો તમે યુટ્યુબર છો તો તમારા માટે સારા સમાચાર છે. હવે યુટ્યુબ પર અન્ય ભાષાઓમાં વિડિયો ડબ કરવાનું વધુ સરળ થવાનું છે. Google ની માલિકીની YouTube એ જાહેરાત કરી છે કે તે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત ડબિંગ ટૂલ લાવી રહ્યું છે જે ક્રિએટર્સ માટે તેમના વિડિઓઝને અન્ય ભાષાઓમાં ડબ કરવાનું સરળ બનાવશે. કંપનીએ તેના ચાહકો, ક્રિએટર્સ, એક્ઝિક્યુટિવ્સ અને ઓનલાઈન બ્રાન્ડ્સ માટેની વાર્ષિક કોન્ફરન્સ, VidCon ખાતે આ જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું કે તે Google ના Area 120 ઇન્ક્યુબેટરમાંથી AI-સંચાલિત ડબિંગ સર્વિસ ‘અલાઉડ’ લાવી રહી છે.
YouTube ની AI ડબિંગ સુવિધા કેવી રીતે કામ કરે છે?
અલાઉડની વેબસાઇટ અનુસાર, ટૂલ વિડિયોને ટ્રાંસ્ક્રાઇબ કરે છે, ક્રિએટર્સને એક ટ્રાંસ્ક્રિપ્શન આપે છે જેની તેઓ સમીક્ષા અને એડિટ કરી શકે છે. તે પછી, તે ડબનું ભાષાંતર કરે છે અને તૈયાર કરે છે.
વિડિયો-શેરિંગ પ્લેટફોર્મ પહેલેથી જ “સેંકડો” ક્રિએટર્સ સાથે ટૂલનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, અમજદ હનીફે, YouTube ના ક્રિએટર્સ પ્રોડક્ટ્સના વાઇસ પ્રેસિડેન્ટ, એક નિવેદનમાં જણાવ્યું હતું. હનીફે એમ પણ કહ્યું કે અલાઉડ હાલમાં કેટલીક ભાષાઓને સપોર્ટ કરે છે અને વધુ ઉમેરવામાં આવશે. કંપનીના પ્રવક્તા જેસિકા ગીબીના જણાવ્યા અનુસાર AI-સંચાલિત ડબિંગ સર્વિસ હાલમાં અંગ્રેજી, સ્પેનિશ અને પોર્ટુગીઝમાં ઉપલબ્ધ છે.
આ નવા ફીચર્સ આવતા વર્ષે આવશે
“YouTube વધુ અભિવ્યક્તિ અને લિપ સિંક સાથે, અનુવાદિત ઑડિયો ટ્રૅક્સને ક્રિએટર્સના વોઇસ જેવા બનાવવા માટે કામ કરી રહ્યું છે,” હનીફે કહ્યું. જો કે, આ ફિચર્સ આગળ રજૂ કરવામાં આવશે. ફેબ્રુઆરીમાં, વિડિયો-શેરિંગ પ્લેટફોર્મે જાહેરાત કરી હતી કે તે અનેક-ભાષાના ઓડિયો ટ્રેક માટે સપોર્ટ રોલઆઉટ કરી રહ્યું છે, જે ક્રિએટર્સને તેમના નવા અને હાલના વીડિયોને વિવિધ ભાષાઓમાં ડબ કરવાની પરમિશન આપે છે.