રાજકોટને લોકસભાની ચૂંટણી પહેલા પીએમના હસ્તે મોટી ભેટ મળશે. હીરાસર એરપોર્ટ રુટનું લોકાર્પણ થશે આ ઉપરાંત સભાને સંબોધશે ત્યારબાગ ગાંધીનગર ખાતેનો તેમનો કાર્યક્રમ રહેશે. લોકસભાની ચૂંટણી પહેલા તેમના ગુજરાતના પ્રવાસો યોજાઈ રહ્યા છે ત્યારે ફરી તેઓ ગુજરાત આવશે, તેમનો કાર્યક્રમ 27 અને અને 28 જુલાઈ એમ બે દિવસનો રહેશે.
પીએમ ગુજરાત આવતા મહત્વના કાર્યક્રમો તેમજ લોકાર્પણ કે શિલાન્યાસ ચોક્કસથી હોય છે ત્યારે રાજકોટને મોટી ભેટ તેઓ આપશે. હીરાસર એરપોર્ટ રુટનું લોકાર્પણ થશે આ ઉપરાંત સભાને સંબોધશે ત્યારબાગ ગાંધીનગર ખાતે તેઓ રાત્રિ રોકાણ કરશે અને ત્યાં પણ બીજા દિવસનો મહત્વનો કાર્યક્રમ રહેશે.
હીરાસર પ્રોજેક્ટનો શિલાન્યાસ 2017 આસપાસ તેમણે કર્યો હતો જેનું 27 તારીખે લોકાર્પણ કરશે. નવી ભેટ સૌરાષ્ટ્રવાસીઓને મળશે. ગાંધીનગરમાં 27 જુલાઈએ સાંજે વડાપ્રધાન સાથેનો ડીનર ડીપ્લોમસીનો કાર્યક્રમ રહેશે. જેની તૈયારીઓ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે થશે. જેમાં ધારાસભ્યો, સાંસદ તેમજ સીઆર પાટીલ અને સીએમ સહીતના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત 28 જુલાઈના રોજ સેમિકન્ડક્ટર હબ બનાવવા ક્ષેત્રે માઈક્રોસોફ્ટ સાથેના એમઓયું થયા છે. જે અંતર્ગત એક સેમિનાર થશે. જેમાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીથી લઈને અનેક કંપની ઉપસ્થિતિ રહેશે. આ મહત્વપૂર્ણ સમિટનું ઉદઘાટન તેમના હસ્તે થશે. જો કે, લોકસભા પહેલા સંગઠન અને સરકારના હોદ્દેદારો સાથેની બેઠક પણ મહત્વની રહેશે. જેમાં તેઓ જરુરી સલાહ સૂચન પણ આપશે.