સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષના ગઠબંધનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વિપક્ષે પોતાના ગઠબંધનના નવા નામની જાહેરાત કરી છે. આ ગઠબંધન એનડીએને ટક્કર આપશે. આ નવા વિપક્ષી ગઠબંધનનું નામ ઇન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ઇન્ક્લુઝિવ એલાયન્સ (INDIA) હશે.
કોંગ્રેસની આગેવાનીમાં થઈ બેઠક
ઉલ્લેખનીય છે કે, 2024ની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. સોમવારે બેંગલુરુમાં વિપક્ષી એકતાની બેઠક શરૂ થઈ હતી. આજે આ બેઠકનો બીજો તબક્કો છે, જેમાં તમામ પક્ષોના નેતાઓ સામેલ થયા છે. જણાવી દઈએ કે બેંગલુરુમાં કોંગ્રેસના નેતૃત્વમાં આ 2 દિવસીય બેઠક યોજાઈ રહી છે.
ભાજપ અને કોંગ્રેસ શક્તિ પ્રદર્શનમાં લાગી
એક તરફ વિપક્ષના મહાગઠબંધનની બેઠક ચાલી રહી છે તો બીજી તરફ NDAની પણ આજે મહત્ત્વની બેઠક છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આ બેઠકમાં 38 પક્ષોના આવવાની પુષ્ટિ કરી છે. બીજી તરફ વિપક્ષની બેઠકમાં શરદ પવારના આગમનને કારણે રાજકીય ગલિયારામાં ગરમાવો આવી ગયો છે.
નોંધપાત્ર રીતે, આગામી લોકસભાની ચૂંટણીને એક વર્ષ કરતાં પણ ઓછા સમયની સાથે, સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિરોધ પક્ષો મતદારોને રીઝવવા માટે તેમની રાજકીય તાકાત વધારવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. જ્યારે 26 વિપક્ષી પક્ષો સોમવાર અને મંગળવારે (17-18 જુલાઈ) તેમના મતભેદોને ઉકેલવા અને ભાજપ વિરુદ્ધ એકતા બતાવવા માટે સાથે મળીને માટે બેંગલુરુમાં છે, ત્યારે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) ની નવી દિલ્હીમાં એક મેગા બેઠકની જાહેરાત કરવામાં આવી હતી.