What is plant-based meat gaining popularity: આજકાલ વેજ કલ્ચર અને હેલ્ધી ડાયટને પ્રોત્સાહિત કરવાનો કોન્સેપ્ટ ચર્ચામાં છે. આવી સ્થિતિમાં, ખાદ્ય પ્રેમીઓ વચ્ચે પ્લાન્ટ બેઝ્ડ મીટ (છોડમાંથી મેળવવામાં આવતું માંસ) વિશે ઘણી ચર્ચા છે. હકીકતમાં આ ફૂડ સંપૂર્ણપણે શાકાહારી છે, પરંતુ તેની ખુશબુ અને દેખાવ માંસ જેવો જ છે. આવી સ્થિતિમાં જેઓ સ્વાસ્થ્યના કારણે માંસાહાર (Non Veg) છોડવા માંગે છે, તેમના માટે આ પ્લાન્ટ બેઝ્ડ મીટ કોઈ વરદાનથી ઓછું નથી.
આ છોડ દ્વારા બને છે પ્લાન્ટ બેઝ્ડ મીટ
પ્લાન્ટ બેઝ્ડ મીટ સંપૂર્ણપણે શાકાહારી છે. તેમાંથી બનાવેલી પ્રોડક્ટ્સ સંપૂર્ણપણે છોડ અને વનસ્પતિમાંથી તૈયાર કરવામાં આવે છે. જેમાં કૃત્રિમ રંગો અને એડેડ પ્રિઝર્વેટિવ્સ ભેળવવામાં આવે છે, જેના કારણે તે માંસ જેવું લાગે છે. આપને જણાવી દઈએ કે, પ્લાન્ટ બેઝ્ડ મીટને છોડમાંથી મળતી વસ્તુઓ જેમ કે કઠોળ, દાળ, કિનોવા, નારિયેળ તેલ, ઘઉંનું ગ્લુટેન અથવા સીટન, સોયાબીન, વટાણા, બીટના રસના અર્કમાંથી તૈયાર કરવામાં આવે છે. પશુઓના દૂધને બદલે ઓટ્સ અને બદામના દૂધનો પણ ઉપયોગ થાય છે.
દેશ – વિદેશમાં માગ વધી
પ્લાન્ટ બેઝ્ડ મીટની માગ ઝડપથી વધી રહી છે. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ITC જેવી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓએ બજારમાં પ્લાન્ટ બેઝ્ડ મીટ પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. આજે તે હજારો કરોડનો બિઝનેસ બની ગયો છે. આજે એગ્રી બિઝનેસના યુગમાં ખેડૂતો ઇચ્છે તો ખેતીની સાથે પ્લાન્ટ બેઝ્ડ મીટનો બિઝનેસ પણ કરી શકે છે. તમે તમારા ફાર્મમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક કાચો માલ ઉત્પન્ન કરીને તમારું પોતાનું પ્રોસેસિંગ યુનિટ લગાવી શકો છો.
માત્ર આ લાયસન્સ લેવુ પડશે
આ ફૂડ બિઝનેસ છે, તેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) પાસેથી લાઈસન્સ મેળવવું પડશે. સરકાર કૃષિ બિઝનેસ માટે લોન, સબસિડી અને પ્રોત્સાહનો આપે છે. આવી સ્થિતિમાં તમે આ ક્ષેત્રમાં તમારો હાથ અજમાવવા માટે તમારા જિલ્લાના કૃષિ વિભાગ અથવા ખાદ્ય વિભાગનો સંપર્ક કરી શકો છો.