લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ રાજકીય પાર્ટીઓનું ગ્રાઉન્ડ લેવલ ભવિષ્ય નક્કી
આ બધા વચ્ચે આ વખતે આમ આદમી પાર્ટી પર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં પોતાનું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં લાગી ગઈ છે,અને મતદારો ના મફત વીજળી,સારી શાળા કોલેજો જેવી ગેરંટીઓ આપી રહી છે,તેવામાં આ તમામ પક્ષો માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવી ખૂબ જ અગત્યની બની છે,કારણ કે આગામી વર્ષ ૨૦૨૩ ના અંત સુધીમાં દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામતો થઈ જશે,તે પહેલાં ક્યાં પક્ષ તરફી મતદારો ની હવા છે તે અંગેનું ચિત્ર રાજકીય પક્ષોમાં પણ સ્પષ્ટ થઈ જશે તેમ રાજકીય ક્ષેત્ર ના એક્સપર્ટ માની રહ્યા છે,
ગુજરાત માંથી દેશ ની સત્તા ની સુકાન સુધી પહોંચેલા નરેન્દ્ર મોદી માટે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવી ખૂબજ જરૂરી છે,જો ગુજરાતમાં સત્તાધારી ભાજપ પક્ષ નું પ્રદશન ખરાબ રહે તો તેની સીધી અસર લોકસભાની ચૂંટણીઓ પર પણ પડી શકે છે,એટલે આ ચૂંટણી જીતવા માટે નરેન્દ્ર ભાઈ મોદીએ પણ ગુજરાત પ્રવાસોમાં સતત વધારો કર્યો છે,તેમજ પ્રચાર પ્રસાર માટે પણ કેન્દ્રીય નેતાઓની આખે આખી ફૉઝ ગુજરાતમાં ઉતારી મતદારોમાં પાર્ટી તરફેણમાં સતત માહોલ બનાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ આ વિધાનસભા ચૂંટણી જીતવા માટે પણ ખૂબ કમર કસવામાં આવી રહી છે,
કોંગ્રેસ પણ જાણે છે કે જો કેન્દ્ર ના મોદી સરકાર ને ઘેરવામાં સફળતા મેળવવી હોય તો શરૂઆત મોદીના હોમ ટાઉન ગુજરાત થી જ કરવી પડે તેમ છે,એટલા માટે જ કોંગ્રેસ ના પણ દિગગજ નેતાઓ સતત ગુજરાતના પ્રવાસો વધારી રહ્યા છે તેમજ પ્રદેશ સંગઠન ને ચૂંટણી જીતવા અંગેના ફોર્મ્યુલા સતત આપવામાં આવી રહ્યા છે, આમ જ્યાં એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ રાજ્યમાં જામ્યો છે તો બીજી તરફ રાજકીય પક્ષો લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની ચૂંટણીને સેમિફાઇનલની જેમ જોઈ રહ્યા છે અને મતદારોના મિજાજ અને પરિણામો ઉપર ચાતક નજરે રાહ જોઇ બેઠા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે,